મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના લિંબાળા ગામે જમીન માપણી સમયે બોલાચાલી બાદ મારામારી: સામસામી ફરિયાદ


SHARE







વાંકાનેરના લિંબાળા ગામે જમીન માપણી સમયે બોલાચાલી બાદ મારામારી: સામસામી ફરિયાદ

વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામે રહેતા વૃદ્ધે જમીન માપણી કરવા માટે થઈને કલેકટર કચેરી ખાતે અરજી કરી હતી અને તે અરજીના આધારે જમીનની માપણી કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો અને જે બનાવ સંદર્ભે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લિંબાળા ગામે રહેતા ઉસ્માનભાઈ ફતેહભાઈ કડીવાર જાતે મોમીન (૫૯)એ હાલમાં હાજીભાઈ સાજીભાઈ ચારોલીયા, હનીફભાઈ ફતેહભાઈ ચારોલિયા, હબીબભાઈ ફતેહભાઈ ચારોલીયા અને ગુલાભાઈ ઉસ્માનભાઈ રહે. બધા લિંબાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેણે આરોપીઓની જમીનની માપણી માટે કલેક્ટર ઓફિસમાં અરજી કરેલ હતી જે આરોપીઓને સારું નહીં લાગતા તેનો ખાર રાખીને હનીફભાઈ અને હબીબભાઈએ લાકડી અને પાઇપ વડે માર માર્યો હતો તેમજ હાજીભાઈ અને ગુલાભાઇએ તેને ટીકા પાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ઉસ્માનભાઈ કડીવારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામાપક્ષેથી લિંબાળા ગામે રહેતા ગુલામમુસ્તુફાભાઈ ઉસ્માનભાઈ ચારોલીયા (૪૫)એ હાલમાં રોશનબેન ઉસ્માનભાઈ કડીવાર, ઉસ્માનભાઈ ફતેહભાઈ કડીવાર, ઈદ્રેશભાઈ ફતેહભાઈ કડીવાર અને મુસ્તાકભાઈ ઉસ્માનભાઈ કડીવાર રહે. બધા લીંબાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના ઘર પાસે ઉસ્માનભાઈ કડીવારની અરજી આધારે જમીન માપણી થતી હોય તે વખતે ચારેય આરોપીઓ ત્યાં ગાળો બોલી રહ્યા હતા અને ફરિયાદીને ઢીકાપાટુનો તથા લાકડી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મારામારીના આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News