મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપ-પાલિકાની ટીમ દ્વારા પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું


SHARE









મોરબી શહેર ભાજપ-પાલિકાની ટીમ દ્વારા પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું 

ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા હાલમાં જુદા-જુદા જિલ્લાઓની અંદર યોજાઈ રહી છે ત્યારે મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાની જાન આશીર્વાદ યાત્રા ગઈકાલે સાંજે મોરબી શહેર વિસ્તારની અંદર પહોંચી હતી ત્યારે મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા અને મહામંત્રી રિસીપભાઇ કેલા તેમજ ભાવેશભાઇ કંજારિયા તેમજ મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમારની આગેવાની હેઠળ શહેર ભાજપની ટીમ તેમજ મોરબી નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સભ્યો અને ભાજપ પરિવાર દ્વારા મોરબી શહેરના તમામ મુખ્ય રાજમાર્ગો ઉપર રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે તેઓને કુમકુમ તિલક કરી, ઘોડે બેસાડીને, સાફો તેમજ પાઘડી બાંધીને આવકાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું અને તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું મોરબોમા સૌપ્રથમ સામાકાંઠે વિસ્તારમાં મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી પાલિકાની ટાઉન પ્લાનિગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ ચબાડ, ચંદુભાઈ હુંબલ, જ્યોતિસિંહ,  મેઘરાજસિંહ ઝાલા, મનસુખભાઇ બરાસરા અને તેઓની ટીમ દ્વારા મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોરબી શહેરના હાર્દસમા નેહરુ ગેઇટ ચોકમાં નગરપાલિકાના વોર્ડ નંબર-૧ ના ચૂંટાયેલા સભ્ય અને પાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન દેવભાઈ અવાડિયા સહિતની ટીમ તેમજ વોર્ડ નંબર-૧૩ ના ચૂંટાયેલા સભ્ય અને પાલિકાની ગેરેજ કમિટીના ચેરમેન ભાવિકભાઈ જારીયા, પાલિકાના માજી ઉપપ્રમુખ ભરતભાઇ જારીયા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા સહિતની ટીમ દ્વારા તેઓનું વાજતે ગાજતે અને રાસમંડળીની રમઝટ અને ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવી જ રીતે મોરબી શહેરના રવાપર રોડ ઉપર શહેર ભાજપ પ્રમુખ લખાભાઇ જારીયાની ઓફિસ પાસે અને બાપાસીતારામ ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.




Latest News