માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાવણીયાથી જન્મદિવસના પ્રસંગમાં હાજરી દેવા જતા પરિવારને નડ્યો અકસ્માત: દંપતિ ખંડિત, યુવાન અને તેને બે સંતાનોના મોત


SHARE











માળીયા (મી)ના વાવણીયાથી જન્મદિવસના પ્રસંગમાં હાજરી દેવા જતા પરિવારને નડ્યો અકસ્માત: દંપતિ ખંડિત, યુવાન અને તેને બે સંતાનોના મોત

મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના ગામે રહેતો શ્રમજીવી પરિવાર બાઈક ઉપર વવાણીયા ગામથી પીપળીયા ચાર રસ્તા તરફ આવી રહ્યો હતો દરમિયાન નાના દહીસરા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત બન્યો હતો અને તેમાં બાઇક ચલાવી રહેલ યુવાન તથા તેના એક દીકરો અને એક દીકરીનુ મોત નિપજયુ હતુ જોકે બાઈકમાં તેની સાથે બેઠેલી યુવાનની પત્ની અને એક બાળકીને ગંભીર ઇજા થયેલ હોવાથી પ્રાથમિક સારવાર મોરબીની સિવિલ ખાતે આપવામાં આવ્યા બાદ બંને ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે અને અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાસી ગયેલ છે જેથી માળીયા તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હિટ એન્ડ રનનો એક બનાવો મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામ પાસે બન્યો હોવાની માહિતી હાલમાં પોલીસ પાસેથી જાણવા મળી રહી છે અને પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના ગામે રહેતા કલ્પેશભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર સરુભાઈ કુશવહ (૩૫) તેના પત્ની અને ત્રણ સંતાનો સાથે પોતાના બાઈક નંબર જીજે ૩ બીડી ૫૬૨૦ ઉપર વવાણીયા ગામ થી પીપળીયા ચાર રસ્તા તરફ રાત્રિના ૧૧;૩૦ વાગ્યાની અરસામાં આવી રહ્યા હતા દરમિયાન તેઓના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બાઈક ચલાવી રહેલ કલ્પેશભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર કુશવાહ (૩૫) તેના દિકરા શુભ કલ્પેશભાઇ કુશવાહ (૨) અને દિકરી પરી કલ્પેશભાઈ કુશવાહ (૫)ને ગંભીર ઇજા થઈ હોવાના કારણે મોત નીપજ્યા હતા

જો કે, બાઈક ઉપર બેઠેલ કલ્પેશભાઈના પત્ની લક્ષ્મીબેન કલ્પેશભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર કુશવાહ (૩૦) તેમજ તેની બે વર્ષની એક દીકરીને ગંભીર ઇજા થયો હોવાથી તે બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે બંનેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે અને જીવલેણ અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયેલ છે જેથી કરીને હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મૃત્યુના આ બનાવની પોલીસે નોંધ કરીને મૃતક યુવાનના પરિવારજનમાંથી ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે અને અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી નાસી ગયેલા વાહન ચાલકને શોધવા માટે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહેલ છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન પાણીપુરીની લારી ચલાવીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતો હતો અને તે મૂળ એમપીનો રહેવાસી છે અને પીપળીયા ચાર રસ્તા પાસે તેઓના કોઈ કુટુંબીના સંતાનોનો જન્મદિવસ હોય ત્યાં તે હાજરી આપવા માટે થઈને આવી રહ્યા હતા દરમિયાન અકસ્માતનો આ બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવના કારણે દંપતી ખંડિત થયુ છે તેમજ દીકરીએ તેના પિતા અને ભાઈ તેમજ બહેનને ગુમાવ્યા છે આ ગોઝારા અકસ્માતના કારણે હાલમાં શ્રમજીવી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે




Latest News