વિચીત્ર મોત : ટંકારા નજીક બોલેરોને ઠોકરે ચડાવી ટ્રક ખેતરમાં કુદરતી હાજતે બેઠેલા યુવાન ઉપર ચડી જતા યુવાનનું મોત
SHARE
વિચિત્ર અકસ્માત: ટંકારાના હીરાપર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા રોડ સાઇડમાં કુદરતી હાજતે ગયેલા યુવાનનું મોત
ટંકારાના હીરાપર નજીક આજે એક વિચિત્ર અકસ્માતમાં રોડ ઉપર પડેલી બોલેરો કારને હડફેટે લઈ ટ્રક ખેતરમાં ઘુસી ગયો હતો અને ખેતરમાં કુદરતી હાજતે બેઠેલા દ્વારકા જતા યાત્રિકને હડફેટે લેતા સુરેન્દ્રનગરના પાટડી ગામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.
આ વિચિત્ર અકસ્માતની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના પાટડીથી ૪૫ લોકો બસમાં દ્વારકા જવા નીકળ્યા હતા અને ટંકારાના હીરાપર ગામ નજીક યાત્રિકોની બસ જમવા માટે રોકાયા હતા. બરાબર આ જ સમયે જીજે ૩ ડબ્લ્યુ ૭૯૨૪ નંબરના ટ્રક ચાલકે રોડ ઉપર પડેલી બોલેરો સાથે અકસ્માત સર્જી ખેતરમાં ઉતરી ગયો હતો. જો કે આ અકસ્માતની વક્રતાએ હતી કે અકસ્માત સર્જી ટ્રક ખેતરમાં ઉતરી ગયો ત્યારે ખેતરમાં કુદરતી હાજતે બેઠેલા દ્વારકા જતા યાત્રિક ગીરીશકુમાર ચંદુભાઈ આહજોલિયા (ઉ.૩૩) રહે.પાટડી ઉપર ટ્રક ફરી વળતા તેમને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ ટંકારા બીટના જમાદાર ઈમ્તિયાઝભાઈ ઝામ ચલાવી રહ્યા છે.
ટંકારા તાલુકાના હીરાપર ગામના પાટીયા પાસે બોલેરો ગાડીને ટ્રક ચાલાકે પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને બોલેરો ગાડી રોડ સાઈડમાં નીચે ઉતરી જતા ખેતરના સેઢે કુદરતી હાજતે ગયેલા યુવાનને હડફેટે લીધો હતો અને તે યુવાનને ગંભીર ઇજા થઇ હોવાથી તેનુ મોત નિપજયુ હતુ જેથી કરીને હાલમાં મૃતક યુવાનના મામાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે વેલનાથ નગરમાં રહેતા ભરતભાઈ બચુભાઈ વરસાણીયા જાતે ઠાકોર (૫૫) એ હાલમાં ટ્રક નંબર જીજે ૩ ડબલ્યુ ૭૯૨૪ ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસે ફેબ્રિક્સ પોલીટેક કંપની સામે બોલેરો ગાડી નંબર જીજે ૩૬ વી ૩૪૫૮઼ ને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને બોલેરો ગાડી રોડ સાઈડમાં નીચે ઉતરી જતા ત્યાં ખેતરના શેઠે કુદરતી હાજીતે ગયેલા ફરિયાદીના કૌટુંબીક ભાણેજ ગીરીશભાઈ ચંદુભાઈ આહજોલીયા જાતે ઠાકોર (૩૩) રહે નવા બસ સ્ટેશન સામે વેલનાથ નગર પાટડી જિલ્લો સુરેન્દ્રનગર વાળાને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી તેનુ મોત નિપજયુ હતુ અને અકસ્મતના બનાવ સંદર્ભે હાલમાં મૃતકના મામાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.