માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી
Breaking news
Morbi Today

મોરબીના શક્તિ ચોક પાસે રાજકોટના યુવાનનું મોત


SHARE











મોરબીના શક્તિ ચોક પાસે રાજકોટના યુવાનનું મોત

મોરબીના શક્તિ ચોક પાસે રહેતા અને રખડતું ભટકતુ જીવન વ્યતિત કરતા રાજકોટના યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.જેથી એ ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શક્તિ ચોક પાસે રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા અબ્દુલ મામદભાઈ કૈડા જાતે સંધિ (ઉંમર ૪૫) મૂળ રહે.રાજકોટ વાળાનું કોઈ કારણોસર મોરબીના શક્તિ ચોક નજીક મોત નિપજયુ હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બાબતે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલે તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં રાજકોટમાં રહેતા આરીફ ઓસમાણભાઈ કૈડા જાતે સંધિ (ઉમર ૨૭) દ્વારા આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેરાત કરવામાં આવી હતી અને તેમના જણાવ્યા પ્રમાણે મૃતક અબ્દુલભાઈ કૈડા રખડતું ભટકતું જીવન જીવતા હતા અને તેઓનું શક્તિચોક નજીક કોઈ કારણસર મોત થયેલ છે હાલ મોતના કારણ સંદર્ભે એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના કોઇલી ગામે રહેતા ગીતાબેન જીતેશભાઈ વાઘેલા નામની મહિલાને વાહન અકસ્માત બનાવમાં ઇજાઓ થવાથી મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્ત ગીતાબેન તેઓના પતિ સાથે બાઈકમાં બેસીને મોરબીથી પરત કોઈલી ગામ જતા હતા ત્યારે રસ્તામાં અચાનક બાઈકની આડે કૂતરું ઉતરતા જોરદાર બ્રેક મારવાથી બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં તેઓને ઈજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા આ બાબતે તાલુકા પોલીસ મથકના એસ.વી.સોલંકી તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા જયોત્સનાબેન નરેન્દ્રભાઈ દેસાઈ નામની ૧૮ વર્ષની મહિલાને અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા આ બાબતે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામ પાસેથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાથી જયોત્સનાબેન દેસાઈને ઇજાઓ પહોંચી હતી જેથી સારવારમાં ખસેડાયા હતા.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં જુસબ કાસમભાઈ ભટ્ટી (ઉમર ૧૯) રહે.રોહીદાસપરા વીસીપરા વાળાને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જે અંગે નોંધ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.




Latest News