મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક નવા બનતા કારખાનામાં સેંટિંગનું કામ કરતાં સમયે નીચે પટકાયેલ યુવાનનું મોત


SHARE







વાંકાનેર નજીક નવા બનતા કારખાનામાં સેંટિંગનું કામ કરતાં સમયે નીચે પટકાયેલ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રાતી દેવરી ગામ પાસે નવા કારખાનાનું બાંધકામ ચાલી રહ્યું છે દરમિયાન સેન્ટીંગનું કામ કરી રહેલ યુવાન ૧૫ ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પડ્યો હતો જેથી કરીને તેને શરીરને ગંભીર ઇજાઓ થવાથી રાજકોટ સુધી સારવાર માટે લઈને ગયા હતા અને ત્યાં તેનું મોત થયું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનો રહેવાસી અને હાલમાં વાંકાનેર પાસે લેન્ડ ક્રાફ્ટ પ્રેવર એલએલપી કારખાનામાં રાતી દેવરી ખાતે રહેતો અને મજૂર કામ કરતો રાજુભાઈ જેસીંગભાઇ નાયક જાતે અનું. જનજાતિ (૩૪) નામનો યુવાન સેન્ટીંગનું કડિયા કામ કરતો હોય તે કામગીરી કરી રહ્યો હતો દરમિયાન ૧૫ ફૂટની ઊંચાઈ ઉપરથી તે નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તાત્કાલિક તેને સારવાર માટે પ્રથમ વાકાનેર ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવાડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News