માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબી: દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા માટે તા.૩૦ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે


SHARE











મોરબી: દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા માટે તા.૩૦ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે

સરકાર દ્વારા ક્ષેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓના ઉત્કર્ષ માટેની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને દિવ્યાંગ પારિતોષિક આપવામાં આવે છે.

આ દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારિઓ/અધિકારીઓ અથવા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીશ્રીઓ/નોકરીદાતાઓ, પ્લેસમેન્ટ ઓફિસો, સ્વરોજગાર કરતાં દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમુનાનું ફોર્મ www.talimrojagaar.gujarat.gov.in વેબસાઇટ પરથી અથવા રોજગાર વિનિમય કચેરી ખાતેથી મેળવીને ફોર્મ ભરીને (રાજ્ય ક્ક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષિક માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહે છે) જરૂરી દસ્તાવેજો સાથે, બે નકલમાં તા.૩૦/૧૧ સુધીમાં રોજગાર વિનિમય કચેરી, જિલ્લાસેવાસદન રૂમ નં.૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબી રૂબરૂ કે ટપાલથી પહોંચાડવાનું રહેશે. અધુરી વિગત કે નિયત સમય મર્યાદા બાદની અરજી રોજગાર કચેરી ખાતે સ્વિકારવામાં આવશે નહી તેમ રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News