મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં પગાર લેવા ગયેલા યુવાનને અમાનુષી માર મારવાના ગુનામાં સાંજ સુધીમાં આરોપી ઝડપી લેવાની કલેકટરની ખાતરી


SHARE













મોરબીમાં પગાર લેવા ગયેલા યુવાનને અમાનુષી માર મારવાના ગુનામાં સાંજ સુધીમાં આરોપી ઝડપી લેવાની કલેકટરની ખાતરી

મોરબીમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને તેના ભાઈ સહિતનાઓએ અનુસિચિત જાતિના યુવાનને અમાનુષી માર માર્યો હતો અને પગાર લેવા ગયેલા યુવાનને મોઢામાં ચપ્પલ લેવડાવ્યું હતું જે બનાવને લઈને આજે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિના આગેવાનો સહિતના લોકો બહોળી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ગયા હતા અને ત્યારે કલેકટરને આવેદન આપીને રાણીબા અને તેની સાથે જે લોકો યુવાનને મારવા હતા તે તમામની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે કલેકટર દ્વારા ડીવાયએસપી સાથે ચર્ચા કરીને આરોપીઓને સાંજ સુધીમાં પકડી લેવાની ખાતરી આપેલ છે

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા (૨૧)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાઓમ પટેલરાજ પટેલપરીક્ષિતડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ રહે. બધા જ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેતેને રાણીબા ના ઇન્સ્ટગ્રામમાં સ્ટાફ જોઈએ છે  તેવી જાહેરાત જોઈ હતી જેથી તે ત્યાં ગયો હતો અને ત્યાર બાદ રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટના ચોથા માળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો અને ગત તા. ૨ ઓક્ટોબર થી તા. ૧૮ ઓક્ટોમ્બર સુધી તેને ત્યાં કામ કર્યું હતું જેનો પગાર તેને આપવામાં આવ્યો ન હતી અને આ યુવાન પગાર લેવા માટે ગયો હતો ત્યારે તેને માર મારીને પગરખું મોઢામાં આપવામાં આવ્યું હતું જેથી કરીને સમાજમાં આ ઘટનાને લઈને રોષની લાગણી ફેલાઈ છે અને આરોપીને તાત્કાલિક પકડવાની માંગ સાથે આવેદનપત્ર પણ આપેલ છે

જે યુવાનને માર મરવામાં આવેલ છે તેને પગાર માટે વિભૂતિ પટેલને ફોન કર્યો હતો ત્યારે તેને ઓફિસમાં જોઈને કહું તેવો જવાબ આપ્યો હતો ત્યારબાદ વિભૂતિ પટેલના ભાઈ સાથે પગાર બાબતે વાત થઇ હતી અને તેને કેપિટલ માર્કેટની ઓફિસે પગાર લેવા બોલાવતા નિલેશભાઈ તેના ભાઈ અને મિત્ર સાથે ઓફિસે ગયા હતા ત્યારે આરોપી ડી.ડી. રબારીએ ફરિયાદી સાથે આવેલ મિત્રને ગાલ ઉપર ફડકો મારી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું અને ઓમ પ્રકાશરાજ પટેલ અને ઓફિસના મેનેજર પરીક્ષિતે નિલેશભાઈને વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઇ જઈને ત્યાં તેને વિભૂતિ પટેલઓમ પટેલરાજ પટેલપરીક્ષિત દ્વારા કમરે બંધવાના પટ્ટા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો આટલું જ નહીં ફરિયાદી યુવાને ફરિયાદમાં લખાવ્યું છે કે, વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ તેને મોઢામાં લેવડાવી અપમાનિત કરેલ છે તેમજ રાજ પટેલે બળજબરી પૂર્વક માફી માંગતો અને બીજો ખંડણી ઉઘરાવતો વિડીઓ ઉતારી લઈને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરેલ હતો જેથી કરીને મોરબી જીલ્લા અનુ જાતી સમાજના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને અત્યાચાર બંધ કરો સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા

આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત બાર વ્યક્તિઓની સામે આઇપીસી કલમ ૩૨૩૫૦૪૫૦૬ તેમજ રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ  શરૂ કરી હતી જો કે, ગત તા ૨૨/૧૧ ના રોજ રાતે ૮:૩૦ કલાકે બનાવ બનેલ છે જેનીન તા ૨૩/૧૧ ના રોજ સવારે ૪:૩૦ કલાકે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી તો પણ હજુ સુધી આ ગુનામાં આરોપી વિભૂતિ પટેલ કે પછી બીજા કોઈ પણ આરોપી પકડાયેલ નથી ત્યારે લોકોની હાજરીમાં અધિકારી કહ્યું હતું કે જુદીજુદી ત્રણ ટિમ બનાવીને હાલમાં આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને સાંજ સુધીમાં આરોપીઓને પકડી લેવામાં આવશે તેવી કલેકટરે ખાતરી આપી હતી

મોરબી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનારી આ ઘટનામાં આરોપીઓ સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે તેની સાથો સાથ ફરિયાદ લેવામાં જે ત્રુટિ રાખવામા આવી છે તેને દૂર કરીને સાચી ફરિયાદ લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેથી કરીને અધિકારી જણાવ્યુ હતું કે, યુવાનના કહેવા મુજબ હાલમાં જે ફરિયાદ નોંધાયેલ છે તેના લૂંટની કલમનો ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે અને આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News