મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરની નર્સરી ચોકડીએ ટ્રક ચાલકે કચડી નાખતા પગપાળા જઇ રહેલા આધેડનું મોત


SHARE







વાંકાનેરની નર્સરી ચોકડીએ ટ્રક ચાલકે કચડી નાખતા પગપાળા જઇ રહેલા આધેડનું મોત

વાંકાનેરની નર્સરી ચોકડી પાસે આવેલ હોટલ સામેથી પગપાળા ચાલીને આધેડ જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે અચાનક પુર ઝડપે પોતાના વાહનનો ટન લેતા પાછળના ખાલી સાઇડના ટાયરમાં આધેડ આવી ગયા હતા અને તેના કમરના ભાગ ઉપરથી ટાયર ફરી વળ્યા હતા જેથી કરીને તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક આધેડના પત્નીએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ મોટા ભોજપરા ગામે રહેતા શાંતુબેન રાજેશભાઈ ચાવડા જાતે અનુ. જાતિ (૪૩)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૨૫ યુ ૯૦૮૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેરની નર્સરી ચોકડી પાસે આવેલ દ્વારકાધીશ હોટલ સામેથી તેઓના પતિ રાજેશભાઈ મૂળજીભાઈ ચાવડા જાતે અનુ.જાતી (૪૮) પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે આરોપી ટ્રક ચાલકે પોતાના ટ્રકનો અચાનક ટન લીધો હતો અને ત્યારે પાછળના ખાલી સાઇડના ટાયરમાં તેઓના પતિ આવી જતા તેના કમરના ભાગ ઉપરથી ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળ્યા હતા જેથી કરીને તેને ગંભીડ ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતક આધેડના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જે.એચ. ચાવડા ચલાવી રહ્યા છે

દેશી દારૂ

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જંગલેશ્વર વિસ્તારમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઓરડીમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૨૦ લીટર આથો મળી આવ્યો હોય પોલીસે ૨૪૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ભરતભાઈ ઉર્ફે મુન્નો અવચરભાઈ સોમાણી જાતે કોળી (૪૦) રહે. ભડીયાદ રોડ જંગલેશ્વર વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News