મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેરના જેતપરડા રોડ ઉપર આવેલ કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બીજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક જેતપરડા રોડ ઉપર આવેલ મલ્ટી સ્ટોન ગ્રેનાઈટો પ્રાઇવેટ લિમિટેડ કારખાનામાં મજૂરની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં સુનીલકુમાર જીતનભાઇ મીના (૨૩) નામનો યુવાન કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

વૃદ્ધનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટોલનાકા નજીક મોમાઈ હોટલ પાસે અજાણ્યા ૬૦ યહો ૭૦ વર્ષના વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે અને મૃતક વૃદ્ધની ઓળખ મેળવવા માટે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એચ.આર. ચૌહાણ ચલાવી રહ્યા છે






Latest News