મોરબીના માજી ધારાસભ્ય કાંતિલાલએ શાકમાર્કેટ અને લોહાણાપરામાં ગટર-ગંદકીનું જાત નિરીક્ષણ કર્યું
SHARE
મોરબીના માજી ધારાસભ્ય કાંતિલાલએ શાકમાર્કેટ અને લોહાણાપરામાં ગટર-ગંદકીનું જાત નિરીક્ષણ કર્યું
મોરબીની શાકમાર્કેટ અને તેની પાછળના ભાગમાં લોહાણાપરાં વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર અને ગંદકીની સમસ્યા છે જો કે, પાલિકા તંત્રની બેદરકારીના લીધે વેપારીઓ વેપાર કરી શકે નહીં તેવી પરિસ્થિતી નથી તો પણ લોકોની વેદન સમજીને આ સમસ્યા ઉકેલાય તે માટે કોઈ કાર્યવાહી પાલિકા દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી ત્યારે મોરબીના માજી ધારાસભ્ય શાકમાર્કેટ પહોચ્યા હતા અને ગટર-ગંદકીનું જાત નિરીક્ષણ કર્યું હતું
મોરબી પાલિકામાં બાવને બાવન બેઠક ઉપર ભાજપના સભ્યો ચૂંટાયેલા છે તો પણ લોકોની વર્ષો જૂની સમસ્યાઓ આજની તારીખે ઉકેલવાની વાત તો દૂર રહી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે મોરબીની શાક માર્કેટ અને લોહાણાપરા વિસ્તારમાં ગટર અને ગંદકીની સમસ્યા ઘણા સમયથી છે તો પણ તેને ઉકેલવામાં આવી રહી નથી જેથી વેપારીઓ અને ત્યાં આવતા ગ્રાહકો સહિતના નગરજનોના આરોગ્યને નુકશાન થાય તેવી સ્થિતિ છે ત્યારે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ત્યાં પહોચ્યા હતા અને વેપારીઓના નજીવા ખર્ચે ઉકેલી શકાય તેમ છે. તો પણ કેમ કામ કરવામાં આવતું નથી તે સમજાતું નથી આ મુદે ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટરને તેઓએ સૂચના આપી હોવાનું તેઓએ જણાવ્યુ હતુ