મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં બાંધકામના ધંધાર્થીને ૧.૩૩ કરોડ વ્યાજે આપ્યા બાદ ૪૦ લાખ વ્યાજ પેટે વસૂલીને પણ પઠાણી ઉઘરાણી કરતા એક સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીમાં બાંધકામના ધંધાર્થીને ૧.૩૩ કરોડ વ્યાજે આપ્યા બાદ ૪૦ લાખ વ્યાજ પેટે વસૂલીને પણ પઠાણી ઉઘરાણી કરતા એક સામે ગુનો નોંધાયો

મોરબીમાં રવાપર રોડ ઉપર રહેતા અને બાંધકામનો ધંધો કરતા લોહાણા આધેડને તેમના ધંધા માટે પૈસાની જરૂર પડતા જુના પાડોશી પાસે વાત કરી હતી અને પાડોશી ઇસમે જુદા જુદા સમયે તેઓના તથા તેઓની દીકરીના બેન્ક એકાઉન્ટમાં કટકે કટકે કુલ મળીને ૧.૩૩ કરોડ જેવી રકમ વ્યાજે આપી હતી અને જેનું દોઢ ટકા જેવું વ્યાજ ગણાતા ભોગ લોહાણા આધેડે ૪૦ લાખની રકમ વ્યાજ પેટે આપી દીધી હતી..! છતાં પણ વ્યાજનું વ્યાજ તેમજ મુદલ રકમ માટે અવારનવાર તેઓને ફોન ઉપર તેમજ ઘરે જઈને સામેવાળા દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી જેથી કંટાળી ગયેલા વેપારી દ્વારા હાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેથી પોલીસે એક સામે ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હાલમાં પોલીસ સ્ટેશન ખાતે હર્ષદભાઈ વ્રજલાલભાઈ બુધ્ધદેવ જાતે લોહાણા (ઉમર ૫૭) ધંધો બાંધકામ રહે.નરસંગ વ્યુ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-૫૦૧ બાપા સીતારામ ચોક નરસંગ મંદિર પાસે રવાપર રોડ મોરબી વાળાએ સામેવાળા હિમાંશુ નીલકંઠભાઈ દવે રહે.કૈલાશ એપાર્ટમેન્ટ શુભ હોટલ વાળી શેરી જીઆઇડીસી સામે શનાળા રોડ મોરબી વાળાઓની સામે ફરિયાદ નોંધાવીને પોલીસને જણાવ્યું હતું કે, તેઓ પોતે રૂદ્રાક્ષ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના નામે પેઢી/ધંધો ચલાવે છે અને બાંધકામનું કામકાજ પણ કરે છે અને તેઓને પૈસાની જરૂર પડતા તેઓના બાજુમાં રહેતા જુના પાડોશી એવા હિમાંશુભાઈ નીલકંઠભાઇ દવેને વાત કરી હતી અને તેઓની પાસે વાત કરતા તા.૨-૧૧-૨૨ થી આજ દિવસ સુધીમાં તેઓએ જુદા જુદા સમયે તેઓના બેંક ખાતામાં તેમના ફરીયાદીની દીકરીના ખાતામાં કટકે કટકે પૈસા આપ્યા હતા.

જેમાં રૂા.૫ લાખ, રૂા.૨૦ લાખ, રૂા.૧૫ લાખ, રૂા.૧૫ લાખ, રૂા.૫ લાખ અને રૂા.૩ લાખ એમ કુલ મળીને ૭૫ લાખ તથા અન્ય ૫૮ લાખ એમ કુલ ૧.૩૩ કરોડ જેવી રકમ હિમાંશુભાઈ દવેએ તેઓના જુદા જુદા બેંક એકાઉન્ટમાં આપી હતી અને તેનું દોઢ ટકા લેખે તેવો વ્યાજ વસૂલતા હતા.જે પેટે ફરિયાદી હર્ષદભાઈ બુદ્ધદેવ દ્વારા તેઓને કુલ મળીને રૂપિયા ૪૦ લાખ જેવું વ્યાજ આપી દેવામાં આવ્યું હતું અને આ તમામ રકમ ખાતામાં નાખવા બદલ સામે વાળા હિમાંશુભાઇ દવેએ તેઓ પાસેથી જુદા જુદા પાંચ જેટલા ચેક લઈ લીધા હતા અને બાદમાં વ્યાજનું વ્યાજ તથા મુદ્દલ પરત આપવા માટે અવારનવાર તેઓ તરફથી ધાકધમકીઓ આપવામાં આવતી હતી અને ચેક બેંકમાં નાંખવાની ધમકીઓ આપવામાં આવતી હતી હાલ ભોગ બનેલ હર્ષદભાઈ બુદ્ધદેવની ઉપરોક્ત ફરિયાદ આધારે સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ આર.એન.ભટ્ટ દ્વારા સામેવાળા હિમાંશુ નીલકંઠભાઇ દવેની સામે આઇપીસી કલમ ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨) તથા નાણા ધીરધર એક્ટની કલમ ૪૦, ૪૨ મુજબ મની લોન્ડરીંગનો ગુનો નોંધાયો છે અને હાલ આ દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મહિલાનું મોત

મૂળ ધાંગધ્રાની અને હાલ અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતી હિરલબેન ભરતભાઈ ડાભી નામની ૩૯ વર્ષીય કારડીયા રાજપુત મહિલા તેણીના માવતરને ત્યાં વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં આવી હતી અને અહીં તેણીને પેટમાં દુખાવો ઉપડતાં જે તે સમયે વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.અહીં બીમારી સબબ તા.૨૫-૧૧ ના લાવવામાં આવેલ હિરલબેન ડાભીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરી આ સંદર્ભે આગળની તજવીજ ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.






Latest News