વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યા બાદ ગુમ થયેલા મજૂર દંપતી સામે ગુનો નોંધાયો


SHARE











માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યા બાદ ગુમ થયેલા મજૂર દંપતી સામે ગુનો નોંધાયો

માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે ખડૂતની તીક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરવામાં આવી છે જેની જાણ તેના જ ભાઈએ માળીયા તાલુકા પોલીસને કરી હતી જેથી કરીને સ્થાનિક પોલીસ તેમજ ડીવાયએસપી, એલસીબી સહિતની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતક ખેડૂતના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ખેતરે કામ કરતું મજૂર દંપતી ગુમ થઈ ગયેલ છે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે રહેતા ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયા જાતે પટેલ (૫૭)એ હાલમાં તેઓના ખેતરે કામ કરતાં આદિવાસી રાકેશભાઈ અને તેની પત્નીની સામે પોતાના ભાઈની હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીનો ભાઈ પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા (૩૭)ની તીક્ષ્ણ હથિયાર વડે માથાની પાછળના ભાગમાં, ગાળા ઉપર અને મોઢા ઉપર ઘા મારીને તેના જ ખેતરમાં હત્યા કરવામાં આવી હતી અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા ડીવાયએસપી તેમજ એલસીબી પીઆઇ સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ સ્થળ ઉપર આવ્યા હતા જો કે, ફરિયાદીના યુવાન ભાઈની હત્યા બાદથી તેઓના ખેતરે કામ કર્યો આદિવાસી મજૂર રાકેશભાઈ તેમજ તેની પત્ની ગુમ થઈ ગયેલ હતા જેથી કરીને હાલમાં મૃતકના મોટાભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ગુમ થઈ ગયેલા મજૂર દંપતીને શોધવા માટે કવાયત શરૂ કરી છે અત્રે ઉલેખનીય છે કે, મૃતક ખેડૂતના પરિવારજનના કહેવા મુજબ તેના ખિસ્સામાંથી રોકડા ૫૦૦૦૦, અંદાજે પાંચ તોલાનો સોનાનો ચેન અને તેનું બાઇક સ્થળ ઉપર નથી જો કે, ખેતરેથી હત્યાના બનાવ બાદ ગુમ થયેલ દંપતી પકડાઈ પછી જ આ ઘટનાની સાચી હક્કિત સામે આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી




Latest News