હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉર્જા બચત પર્વ નિમિત્તે શેરી નાટકો, ગ્રામસભા, સેમિનાર અને રેલી સહિતના કાર્યક્રમનું પીજીવીસીએલ દ્વારા આયોજન


SHARE













મોરબીમાં ઉર્જા બચત પર્વ નિમિત્તે શેરી નાટકો, ગ્રામસભા, સેમિનાર અને રેલી સહિતના કાર્યક્રમનું પીજીવીસીએલ દ્વારા આયોજન

મોરબીમાં રાષ્ટ્રિય ઊર્જા બચત પર્વ નિમિતે ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહ અંતર્ગત પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ બચત અને વીજ સલામતીનો હેતુ સિદ્ધ કરવા માટે વિવિધ કાર્યક્રમ અને રેલીનું આયોજન કરેલ છે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીસેમ્બર -૨૦૨૩ ઊર્જા બચત માસ પર્વની ઉજવણી અંતર્ગત ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા મોરબી જિલ્લામાં ગ્રામ્ય, તાલુકા, જીલ્લા મથકે બેનરો, પેમ્પ્લેટો, સેરી નાટકો, ગ્રામસભા,સેમિનાર, તથા સ્કૂલ અને કૉલેજમાં નિંબંધ,વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે.તેમજ તા ૧૧-૧૨ થી ૧૬-૧૨ સુધી ઊર્જા સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે આમ ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહની ઉજવણી થશે જે અંતર્ગત તા.૧૪-૧૨ ના રોજ પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરેલ છે.જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ દ્વારા જન જાગૃતિ અંગેનું આયોજન કરેલ છે.આ રેલી તી.૧૪ ના સવારના ૯-૩૦ કલાકે પાવર હાઉસ કમ્પાઉન્ડથી મહારાણા પ્રતાપ સર્કલથી મયુર પુલ થઇને નગર દરવાજાથી રવાપર રોડ અને નવા બસ સ્ટેન્ડથી ઉમિયા સર્કલ થઇને ભક્તિનગર સર્કલ ખાતે પૂર્ણ થશે.તેમ મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એસ.એચ. રાઠોડે યાદીમાં જણાવેલ છે.






Latest News