હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બી ડિવિઝન સામે આવેલ ગાયત્રી નગરમાંથી બાઇકની ચોરી


SHARE













મોરબીમાં બી ડિવિઝન સામે આવેલ ગાયત્રી નગરમાંથી બાઇકની ચોરી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ ગાયત્રી નગરમાં ટાવરની બાજુમાં પાર્ક કરેલા બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી કરીને ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ભાવનગર જિલ્લાના ટીટોડીયા ગામના રહેવાસી અને હાલમાં અહીંયા મજૂરી કામ કરતા મહેશભાઈ મનાભાઈ જાદવ જાતે કોળી (૨૮)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં ગાયત્રી નગરમાં ટાવરની બાજુમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એજી ૨૧૧૦ પાર્ક કરીને મૂક્યું હતું જે ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઇક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News