હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરનાર ઝડપાયો


SHARE













મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરનાર ઝડપાયો

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સમયના ગેટ નજીકના વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ થયું હતું જેની સગીરના પરિવારજનોએ ઘરમેળે તપાસ કરી હતી જોકે સગીરનો પતો ન લાગતા અંતે ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેઓએ એક મોબાઈલ નંબર આપેલ હતો તેના આધારે પોલીસે સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એ. જાડેજા અને તેની ટીમ દ્વારા આરોપી કિશન કાંતિભાઈ પાણખાણીયા જાતે સોરઠિયા પ્રજાપતિ (૨૯) રહે. પટેલ વાડી-૮ જડેશ્વર મંદિર સામે જામનગર વાળાને જામજોધપુરના શેઠ વડાળા ગામેથી પકડવામાં આવેલ છે






Latest News