હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટ જુગાર રમતા ત્રણ શખ્સો ૧૦,૫૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE













મોરબીના લાતી પ્લોટ જુગાર રમતા ત્રણ શખ્સો ૧૦,૫૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૦,૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં-૨ જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુમાભાઇ ગુલમદભાઈ સાઇચા જાતે મિયાણા (૨૮) રહે. જુના બસ સ્ટેશન પાસે મચ્છીપીઠ મોરબી, સુલતાનભાઇ સરમણભાઇ ઉર્ફે સુલેમાનભાઈ સુમરા જાતે સંધિ (૨૨) રહે. વીસીપરા જૂના હાઉસિંગ બોર્ડ મોરબી અને રફિકભાઈ ઉસ્માનભાઈ વડાવડીયા જાતે ઘાંચી (૩૯) રહે. પંચાસર રોડ દાવતે ઈસ્લામી મસ્જીદ પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦,૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ બોટલ દારૂ

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ સાંકડી શેરી વિસ્તારમાંથી પસાર થઈ રહેલા બે શખ્સોને રોકીને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૧૨૫ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને મુસ્તાકભાઈ યુનીસભાઇ ખોખર જાતે સિપાઇ (૩૫) રહે. સિપાઈ શેરી માતમ ચોક મોરબી અને સતિષભાઈ ચંદ્રકાંતભાઈ જોશી જાતે બ્રાહ્મણ (૩૯) રહે. સાંકળી શેરી ગ્રીન ચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બંને શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યા હતા અને ક્યાં લઈ જતા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.






Latest News