હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના મહિકા ગામે રહેતા યુવાને એક શખ્સનાં ત્રાસથી આપી આમરણાંત ઉપવાસની ચીમકી


SHARE













વાંકાનેરના મહિકા ગામે રહેતા યુવાને એક શખ્સનાં ત્રાસથી આપી આમરણાંત ઉપવાસની ચીમકી

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં મહિકા ગામે રહેતા અનુ. જાતિના યુવનને તેના જ ગામનો એક શખ્સ ત્રાસ આપી રહ્યો છે જેથી કરીને તેને આ મામલે પોલીસ રજૂઆત કરી હતી જો કે, તંત્ર સહયોગ આપતું નથી જેથી યુવાને જિલ્લા કલેકટરને અરજી આપીને આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા વિજયભાઈ શિવાભાઈ ચાવડાએ હાલમાં કલેકટરને લેખિતમાં રજુઆત કરેલ છે જેમાં જણાવ્યું છે કે, તેમના જ ગામના એક શખ્સ દ્વારા તેને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવે છે અને એકવાર હુમલો પણ કરવામાં આવ્યો હતો જેની પોલીસ ફરિયાદ પણ કરેલ હતી અને ત્યાર બાદ યુવકને પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું પરંતુ પોલીસ પ્રોકેટેક્સનમાં રહેલા જવાનો સામે વાળાને માહિતી આપતો હતો અને પોલીસમાં ફરિયાદ કરવા છતાં સામેવાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવેલ નથી અને સહયોગ આપવામાં આવેલ નથી જેથી સામેવાળાના ત્રાસથી યુવન મહિકા ગામે રહી શકી તેમ નથી જેથી કરીને તેને કલેકટરને રજૂઆત કરીને આગામી તા. ૧૫ ડિસેમ્બરથી આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News