વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીમાં આર્ય સમાજ દ્વારા ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન


SHARE











મોરબીમાં આર્ય સમાજ દ્વારા ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન

મોરબીમાં આર્યસમાજ દ્વારા ભારતવર્ષના પિતામહ એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતિની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેના ભાગરૂપે મોરબીના આંગણે ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરાયું છે.

મોરબી આર્ય સમાજ દક્ષિણ પ્રેરિત મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વિશતાબ્દી જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આગામી તા ૨૪ ડિસેમ્બરે સવારના ૭ કલાકે આર્ય ભૂમિ ખાતે ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સવારના ૭:૩૦ થી ૧૦ વાગ્યા સુધી વૈદિક યજ્ઞ, ૧૦ થી ૧૨ સુધી ધર્મસભા, પ્રવચન, આર્શીવચનનો કાર્યક્રમ યોજાશે. આ યજ્ઞમાં બેસવાનું નિ:શુલ્ક છે તથા કોઈ જ્ઞાતિબાધ નથી. તેમજ યજ્ઞમાં બેસવા માટે એસ.પી. રોડ, ધ વન અપ પાસે, દુકાન નં.૨, ખાતે આવેલા કાર્યાલયમાં સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ દરમિયાન રૂબરૂ આવીને ફોર્મ ભરીને નોંધણી કરાવવાની રહેશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા સમિતિના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ જાહેર નિમંત્રણ આપ્યું છે.




Latest News