હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ પાસે આવેલ ચેમ્બરની બે દુકાનમાંથી ૧૭૧૦ બોટલ શંકાસ્પદ સિરપનો જથ્થો મળી આવ્યો, એક સામે કાર્યવાહી


SHARE













મોરબીના બેલા ગામ પાસે આવેલ ચેમ્બરની બે દુકાનમાંથી ૧૭૧૦ બોટલ શંકાસ્પદ સિરપનો જથ્થો મળી આવ્યો, એક સામે કાર્યવાહી

મોરબી તાલુકા પોલીસની ટીમને મળેલ બાતમી આધારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં ખોડીયાર ચેમ્બર નામના કોમ્પલેક્ષની બે દુકાનમાં રેડ કરવામાં આવી હતી અને ત્યાં દુકાન નંબર ૨ અને ૪ માં રેડ દરમિયાન કરવામાં આવેલી તપાસમાં દુકાનોમાંથી શંકાસ્પદ રીતે દેશી આયુર્વેદિક સીરપના નામે વેચાતી સીરપની ૧૭૧૦ બોટલનો જથ્થો મળી આવ્યો હતો અને હાલમાં સ્થળ ઉપરથી એક ઇસમ મળી આવતા જથ્થાને સીલ કરીને નમુનો એફએસએલમાં લેબ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટાફમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જેઠવા તથા ટીમ પીઆઇ વાળાની સૂચનાથી પેટ્રોલિંગમાં હતી.દરમિયાનમાં સ્ટાફને મળેલ બાતમીને આધારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં ખોડીયાર ચેમ્બરમાં રેડ કરવામાં આવી હતી અને ત્યાં દુકાન નંબર ૨ તથા ૪ માં સર્ચ કરવામાં આવતા દુકાનમાંથી આયુર્વેદિક દવાના નામે વેચાતી શંકાસ્પદ આલ્કોહોલીક સિરપની ૧૭૧૦ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.હાલમાં કુલ રૂપિયા ૨,૫૫,૧૫૦ ની કિંમતના સીરપના જથ્થા સાથે સ્થળ ઉપરથી મળી આવેલ કમલ રજીતભાઈ દેબનાથ જાતે બ્રાહ્મણ (૩૦) મૂળ રહે.વેસ્ટ બંગાળ હાલ રહે.મોરબી બેલા ગામની સીમ ખોડીયાર ચેમ્બર દુકાન નંબર-૨ વાળાને સ્થળ ઉપરથી હસ્તગત કરીને ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.હાલ આ જથ્થામાં આલ્કોહોલની માત્રા કેટલી છે..? તે સહિતની બાબતો ચકાસવા માટે જથ્થા પૈકીના નમુનાને સીલ કરીને તેને લેબ ટેસ્ટિંગ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો હોવાનું હાલ તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

બાઈક સાથે બાઇક અથડાતા યુવાનને ઇજા

મોરબીના જમના પાર્ક વિસ્તારમાં રહેતો જયેન્દ્ર મનસુખભાઈ નામનો ૨૩ વર્ષનો યુવાન અકસ્માતે ઈજા પામતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી તપાસ માટે પહોંચ્યા હતા.જે દરમિયાન સામે આવ્યું હતું કે ગઈકાલ તા.૬ ના રોજ જયેન્દ્રભાઈ બાઈક લઈને મોરબી નજીકના નાની વાવડી ગામે દશામાઁના મંદિર પાસેથી જઈ રહ્યા હતા તે દરમ્યાનમાં તેમના બાઇક સાથે અન્ય કોઈ બાઇક અથળાયું હતું અને તે બનાવમાં તેઓને ઈજા થતા દવાખાને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબી તાલુકાના ખાનપર ગામે થયેલ મારામારીમાં ઈજા પામેલ મહિલાને સારવાર માટે લાવવામાં આવી હતી.મોરબીના ખાનપર ગામે રહેતા સંગીતાબેન ચેતનભાઇ વસીના નામની ૨૦ વર્ષીય મહિલાને ગામમાં મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેણીને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.એલ. બારૈયાએ નોંધ કરીને તપાસ હાથ ધરી હતી.

બાળક સારવારમાં

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ભગવતી કાંટા પાસે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના પરિવારનો વિશાલ દિનેશભાઈ રાઠોડ નામનો ૧૨ વર્ષનો બાળક રમી રહ્યો હતો તે દરમિયાનમાં દીવાલ તેના માથે પડતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને અત્રેની સરકારી હોસ્પિટલે અને ત્યાંથી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.જે અંગે નોંધ થતા તાલુકા પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની તપાસ કરવામાં આવી હતી.






Latest News