હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બાકી ઇ-મેમો ભરવા માટે લોક અદાલતનું આયોજન 


SHARE













મોરબી જિલ્લામાં બાકી ઇ-મેમો ભરવા માટે લોક અદાલતનું આયોજન 

મોરબી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ તથા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ (નાલ્સા, સુપ્રિમ કોર્ટ), દિલ્હીના નેજા હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી તા.૯ ના રોજ આ લોક અદાલત યોજાશે જેથી કરીને જેમનો ઇ-મેમો બાકી હોય એવા લોકોએ ટ્રાફીક ચલણની રકમ વહેલી તકે તા ૯ પહેલા ભરી દેવા માટે તાકીદ કરવામાં આવી છે

મોરબી જિલ્લામાં ઇ મેમો કાઢવામાં આવે છે જો કે, ઘણા લોકોએ તેના ઈ-મેમોનો દંડ ભરેલ નથી જેથી દંડ ભરવાનો બાકી હોય તેઓએ ટ્રાફિક શાખા રૂમ નં-૧૧ પોલીસ અધિક્ષકની કચેરી, મોરબી જીલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી તેમજ શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં, શનાળા રોડ મોરબી-૧, મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન, હળવદ પોલીસ સ્ટેશન, ટંકારા પોલીસ સ્ટેશન, માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ટ્રાફીક ચલણની રકમ ભરી શકશે અને બીજો માળ, જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, ડિસ્ટ્રીક કોર્ટ, મોરબી ખાતે ફકત લોક અદાલતમાં તા ૯ના દિવસે જ ટ્રાફીક ચલણની રકમ ભરી શકાશે. ઓનલાઇન ઈ-મેમો ચેક કરવા અને ભરવા માટે પ્લે સ્ટોર પરથી VISWAS નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા https://echallanpayment.Gujarat.gov.in લીંક પરથી ઓનલાઇન પેમેન્ટ પણ કરી શક્શો. ઈ-મેમો બાબતે કોઇ પ્રશ્ન હોય તો ટેલીફોન નં.-૦૨૮૨૨-૨૪૨૬૨૫ અથવા ઇ-મેઈલ ccc-morbi@Gujarat.gov.in પર સંપર્ક કરવો. તેમ યાદીમાં જણાવ્યુ છે.






Latest News