હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીથી ગાંધીનગર દવા લેવા નીકળ્યા બાદ ગુમ થયેલ પિતા-પુત્ર હેમખેમ મળ્યા


SHARE













મોરબીથી ગાંધીનગર દવા લેવા નીકળ્યા બાદ ગુમ થયેલ પિતા-પુત્ર હેમખેમ મળ્યા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઋષભનગર સોસાયટીમાં રહેતા પિતા પુત્ર ગુમ થઈ ગયેલ છે જે બાબતની ગુમ સુધા ફરિયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુમ થયેલા બંને વ્યક્તિઓને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરી હતી અને હાલમાં તે બંને ધ્રાંગધ્રાના બાવડી ગામે તેના સાગનાં ઘરેથી મળી આવેલ છે

મોરબીના ઘુનડા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી શેરી નં-૧ માં રહેતા મીતેનભાઈ હિતેશભાઈ ત્રિવેદી જાતે બ્રાહ્મણ (૩૨) એ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પિતા હિતેશભાઈ કિશોરચંદ્ર ત્રિવેદી (૬૪) તથા મોટો ભાઈ ચિરાગ હિતેશભાઈ ત્રિવેદી (૩૪) રહે. બંને ઋષભનગર સોસાયટી વાળા ગુમ થયા હોવા અંગેની ગુમ સુધા ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના પિતા અને મોટાભાઈને માનસિક બીમારી હોય જેની દવા લેવા માટે ગાંધીનગર સરકારી હોસ્પિટલ ખાતે જવાનું કહીને નીકળ્યા હતા અને ગત તા. ૬/૧૨ ના રોજ બપોરે દોઢ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યા બાદ તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલા હિતેશભાઈ ત્રિવેદીના દીકરા મીતેનભાઈ ત્રિવેદીએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે નોંધ કરી ગુમ થયેલ પિતા પુત્રને શોધવા માટે તેને તજવીજ શરૂ કરી હતી અને હાલમાં તેના પરિવારજન પાસેથી મળી રહેલ માહિતી મુજબ અને તે બંને ધ્રાંગધ્રાના બાવડી ગામે તેના સાગનાં ઘરેથી મળી આવેલ છે જેથી પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધેલ છે

બે બોટલ દારૂ
મોરબીના શોભેશ્વર રોડ ઉપર વૃદ્ધાશ્રમની સામેના ભાગમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ૬૮૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને જગદીશભાઈ ઉર્ફે જીગો રમેશભાઈ પાટડીયા જાતે કોળી (૨૫) રહે. કુબેર ટોકીઝ પાછળ ધાર વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News