હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શાકમાર્કેટ પાસેથી યુવાનના મોબાઇલ ફોનની ચોરી


SHARE













મોરબીમાં શાકમાર્કેટ પાસેથી યુવાનના મોબાઇલ ફોનની ચોરી

મોરબીમાં શાકમાર્કેટ પાસે આવેલ કોહીનુર શેરીમાંથી યુવાનના મોબાઇલ ફોનની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના ૧૫,૨૪૫ ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ કાંટા પાસે આવેલ હરિઓમ સોસાયટી જંગલેશ્વર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રભાઈ મનજીભાઈ બરાસરા જાતે પ્રજાપતિ (૩૪)એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં આવેલ શાકમાર્કેટ પાસે કોહીનુર શેરીમાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના વિવો કંપનીના મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૧૫,૨૪૫ ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે અજાણયા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.એમ. મીયાત્રા ચલાવી રહ્યા છે

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર રહેતો હીરો કાલીયાભાઈ ડીંડોર જાતે આદિવાસી નામનો ૨૦ વર્ષનો યુવાન બાઇક લઈને મોરબીના બેલા ગામ તરફથી પીપળી રોડ તરફ જતો હતો ત્યારે રસ્તામાં ત્યાં તેનુ બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં તેને ઇજાઓ થતા સારવારમાં લઇ જવાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.






Latest News