હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રભારી સચિવની હાજરીમાં નવા સાદુળકા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યકમ યોજાયો


SHARE













મોરબી જિલ્લા પ્રભારી સચિવની હાજરીમાં નવા સાદુળકા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યકમ યોજાયો

મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષાબેન ચંદ્રાની ઉપસ્થિતીમાં મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. જ્યાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારી તેનું સ્વાગત કર્યું હતું.


આ પ્રસંગે પ્રભારી સચિવ મનિષાબેન ચંદ્રાની ઉપસ્થિતીમાં વિદ્યાર્થીઓને સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજના વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સ્થળે પ્રભારી સચિવ મનિષાબેન ચંદ્રાએ આરોગ્ય તપાસ સ્ટોલ સહિતના સ્ટોલની મુલાકાત કરી હતી. જ્યાં તેમણે આરોગ્ય તપાસ કરાવી હતી અને  મિલેટમાંથી બનેલ પોષણયુક્ત આહારનું નિદર્શન પણ નિહાળ્યું હતુ. આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેકટર જી.ટી. પંડ્યા, ડીડીઓ ડી.ડી. જાડેજા સહિતના અધિકારીઓ તેમજ નવા સાદુળકા ગામના આગેવાનો અને ગ્રામજનો સહિતના હાજર રહ્યા હતા






Latest News