હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલા બે યુવાનો તથા બેલા રોડ ઉપર થયેલ મારામારીમાં ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં


SHARE













મોરબીના ભરતનગર પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલા બે યુવાનો તથા બેલા રોડ ઉપર થયેલ મારામારીમાં ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં

મોરબીમાં બે જુદાજુદા બનાવમાં કુલ મળીને ચાર લોકો ઈજા પામતા સારવારમાં લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. હાલ મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર અને લક્ષ્મીનગર ગામની વચ્ચે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો છે.આ બનાવમાં રાજુભાઈ કાળુભાઈ વૈષ્ણવ (ઉંમર ૧૯) તેમજ વિપુલ વાઘજીભાઈ સીતાપરા (ઉમર ૨૬) રહે. બંને જાંબુડીયા તા.જી. મોરબી વાળાઓને ઇજાઓ થતા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા અકસ્માત બનાવની આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે અને અકસ્માત સર્જીને ભાગી ગયેલા વાહન ચાલકને શોધવા માટે પોલીસ દ્વારા આગળની તજવીજ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવામાં મળેલ છે.

બીજો બનાવ મોરબીના જેતપર રોડ ઉપર બન્યો હતો જ્યાં બેલા ગામ પાસે બહુચર કાંટા નજીક આવેલ ઇન્ટ્રાકોમ સિરામિક નામના યુનિટમાં મજૂરી કામ કરતા અને ત્યાં રહેતા લખનભાઈ પીરૂભાઈ માલવી (ઉમર ૨૮) તથા તેમના પત્ની સીમાબેન લખનભાઈ માલવી (ઉંમર ૨૩) ને તા.૧૦-૧૨ ના રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં કોઈ બાબતે મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી બંનેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા બનાવ અંગે તાલુકા પોલીસ મથકે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

રમતા રમતા પાણીની કુંડીમાં ડૂબી જતા બાળક સારવારમાં

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયાપુર ગામે રહેતા પરિવારનો વિજય વેલજીભાઈ આદિવાસી નામનો ૧૩ મહિનાનું બાળક તેના ઘરે રમતા રમતા પાણીની કુંડીમાં ડૂબી ગયો હતો.જેથી પ્રથમ હળવદની હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ તેને વધુ સારવાર માટે હાલ મોરબી લાવવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.હાલ બનાવ અંગે જાણ કરવામાં આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારનો હોવાથી આગળની તપાસ માટે ત્યાં જાણ કરી હતી.

આધેડ ઇજાગ્રસ્ત

મોરબીના નવલખી રોડ ઉપર રહેતા મનસુખભાઈ પોપટભાઈ કોળી નામના ત્રેપન વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.આ બાબતે પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસેથી તેઓ બાઈક લઈને જતા હતા ત્યાં રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થતા ઇજા પામતા સારવાર માટે હોસ્પિટલે લઇ જવાયા હતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આ બાબતે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.






Latest News