હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

સાથી હાથ બઢાના : મોરબીમાં પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીના શિક્ષણના લાભાર્થે સમૂહ લગ્નનું આયોજન


SHARE













સાથી હાથ બઢાના : મોરબીમાં પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીના શિક્ષણના લાભાર્થે સમૂહ લગ્નનું આયોજન

મોરબીમાં પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓના શિક્ષણના લાભાર્થે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું મોરબીમાં આયોજન કરાયેલ છે.વર્ષ ૧૯૯૬થી કાર્યરત ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા બે દાયકાથી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહ્યુ છે.ત્યારે પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓના શિક્ષણના લાભાર્થે ૧૧ દીકરીઓના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. 

ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર તેમજ મંત્રી કેશુભાઈ ચાવડાએ યાદીમાં જણાવેલ છે કે પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓને ફ્રી માં શિક્ષણ આપી શકાય તે માટે ૧૧ દીકરીઓના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે.આ લગ્નોત્સવ બાદ વધતી રકમને માત્રને માત્ર પિતા વગરના બાળકોના અભ્યાસમાં ઉપયોગ લેવામાં આવશે.આ સમૂહ લગ્નોત્સવનો લાભ લેવા માંગતા મોરબી જિલ્લાના કોઈપણ જ્ઞાતિના પરિવારજનોએ આગામી ૧૮-૧૨ ના રોજથી પ્રાગટ્ય ક્લિનિક, આંબેડકર કોલોની, રોહીદાસપરા મેઈન રોડ, મોરબી ખાતેથી સવારના ૧૦ થી ૧ દરમિયાન ફોર્મ મેળવી શકશે.લગ્નોત્સવ આગામી તા.૧૮-૨-૨૪ ના રોજ મોરબી ખાતે યોજાશે.વધુ માહિતી માટે ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર (મો.૯૬૨૪૬ ૮૬૭૧૮) તેમજ મંત્રી કેશુભાઈ ચાવડા (મો.૬૩૫૨૮ ૮૩૭૭૨) નો સંપર્ક કરવા જણાવાયેલ છે.






Latest News