વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી પીજીવીસીએલ દ્વારા આવતીકાલે ઉર્જા બચત અને વીજ સલામતી જાગૃતિ અંતર્ગત રેલીનું આયોજન


SHARE











મોરબી પીજીવીસીએલ દ્વારા આવતીકાલે ઉર્જા બચત અને વીજ સલામતી જાગૃતિ અંતર્ગત રેલીનું આયોજન

મોરબીમાં રાષ્ટ્રિય ઊર્જા બચત પર્વ ડીસેમ્બર-૨૦૨૩ ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહ અંતર્ગત પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ બચત અને વીજ સલામતીના હેતુથી રેલીનું આયોજન કરવામાં આવેલ છે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીસેમ્બર-૨૦૨૩ ઊર્જા બચત માસ પર્વની ઉજવણી અંતર્ગત ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા તા.૧૧-૧૨ થી ૧૬-૧૨ સુધી ઊર્જા સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે.આ ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહની ઉજવણી અંતર્ગત આવતી કાલ તા.૧૪ ના રોજ પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરેલ છે.જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટ વિતરણ દ્વારા જન જાગૃતિ અંગેનું આયોજન કરેલ છે.રેલી તા.૧૪ ના રોજ સવારે ૯-૩૦ કલાકે પાવર હાઉસ કમ્પાઉન્ડથી મહારાણા પ્રતાપ સર્કલ થઇને મયુર પુલથી નગર દરવાજા ચોક, રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ, ભક્તિનગર સર્કલ ખાતે પૂર્ણ થશે.તેમ  મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એસ.એચ. રાઠોડે યાદીમાં જણાવેલ છે.




Latest News