હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા


SHARE













મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નંબર-૨ માં જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવતા પોલીસે ૫૬૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૨ માં જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર અબ્દુલભાઈ મામદભાઈ જુણાચ જાતે સંધિ (૫૬) રહે નવાડેલા રોડ ઘાંચી શેરી મોરબી, ભુપેન્દ્રસિંહ ખોડુંબા પરમાર જાતે દરબાર (૫૬) રહે સનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પેટ્રોલ પંપ વાળી શેરી મોરબી અને દિલીપભાઈ અમરશીભાઈ જાદવ જાતે અનુ. જાતિ (૪૧) રહે સજનપર તાલુકો ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૫૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકી સારવારમાં

મોરબીના રાજપર ગામે રહેતા પરિવારની રાધિકાબેન મહાદેવભાઇ બધેલ નામની છ વર્ષની બાળકીને અજાણ્યા ટ્રક ચાલકે રાજપર ગામે આવેલ ગૌશાળા પાસે હડફેટ લેતા ઇજા પામેલ રાધિકાબેન નામની છ વર્ષીય બાળકીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ સંદર્ભે જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના એસ.વી.સોલંકી દ્વારા નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.






Latest News