હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ઠંડી મૈ ગરમી કા અહેસાસ: શિયાળાના બે માહિનામાં મોરબીવાસીઓ ખાઈ જાય સાડા પાંચ કરોડથી વધુની ચીકી


SHARE













ઠંડી મૈ ગરમી કા અહેસાસ: શિયાળાના બે માહિનામાં મોરબીવાસીઓ ખાઈ જાય સાડા પાંચ કરોડથી વધુની ચીકી

શિયાળાની શરૂઆત થતાની સાથે જ ચીકીની ડિમાન્ડ નીકળતી હોય છે તે સ્વાભાવિક છે જોકે મોરબીમાં જુદી જુદી જગ્યા ઉપર જે ચીકીનું ઉત્પાદન કરવામાં આવે છે તેનું મોરબી જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાં અને ગુજરાત બહાર પણ વેચાણ કરવામાં આવતું હોય છે અને તમને જાણીને નવાઈ લાગશે કે મોરબીના લોકો માત્ર બે મહિનામાં સાડા પાંચ કરોડથી વધુની ચીકી ખાઈ જાય છે

શિયાળાની ઋતુ શરૂ થઈ છેએટલે સ્વાભાવિક છે કેમોરબીવાસીઓએ ચીકી આરોગવાનું શરૂ કરી જ દીધું છે કારણ કેશિયાળામાં ચિકી ખાવાથી ઘણા ફાયદા થાય છે. જે રીતે રાજકોટની ચીકી આખા જગમાં પ્રખ્યાત છે તેવી જ રીતે મોરબીમાં બનતી ચીકી પણ ખુબ જ પ્રખ્યાત છે અને અહી બનતી ચિકિ વાંકાનેરસામખીયારીસુરેન્દ્રનગરઅમદાવાદ અને ગુજરાત બહાર પણ જાય છે અને દર વર્ષે માત્રને માત્ર શિયાળા દરમિયાન જ ચિક્કીનું વેંચાણ કરતાં વેપારીઓના કહેવા મુજબ તલની ચિક્કીમાંડવી ચિક્કીદાળિયા ચિક્કીટોપરાના ખમણની ચિક્કીકાજુબદામની ચિક્કીતલના લાડુ જેવી જુદીજુદી ૧૮ પ્રકારની ચિક્કી બનાવે છે અને તેની ખુબ જ ડીમાન્ડ રહે છે તેવું ચિકીના હોલસેલ ઉત્પાદક કૃણાલભાઇ પંડ્યાએ માહિતી આપતા જણાવ્યુ છે

મોરબીના વેપારીઓ દ્વારા ચિક્કીની બનાવટમાં શુદ્ધ ગોળ તથા ખાંડનો ઉપયોગ કરે છે. અને તેમાંથી અવનવી ચિક્કી બનાવે છે મોરબીના લાતી પ્લોટ વિસ્તારપરસોતમ ચોકમહેન્દ્ર ડ્રાઇવિંગ રોડ સહિતના જુદા જુદા વિસ્તારોની અંદર નાના મોટા ૩૦ જેટલા ચીકીના ઉત્પાદકો શિયાળાની સિઝનમાં ચીકી બનાવતા હોય છે અને નાનામાં નાનો ઉત્પાદક ૨૦૦ કિલોનું દૈનિક ઉત્યાદન કરે છે અને મોટા ઉત્પાદકો એક દિવસમાં ૪૦૦ કિલો જેટલુ ઉત્પાદન કરતા હોય છે અને સૌથી મોટી વાત એ છે કે રોજે બનાવવામાં આવતી ચીકીનું રોજે વેચાણ થઈ જતું હોય લોકોને શિયાળાના બે મહિના મોરબીમાં ફ્રેશ ચિકિ ખાવા માટે મળતી હોય છે અને સાડા પાંચ કરોડો રૂપિયાથી વધુની ચીકી બે મહિનામાં મોરબીના લોકો આરોગી જતા હોય છે

એક સમય હતો જ્યારે ચીકી સીઝનલ આઇટમ ગણાતીપણ હવે ચીકી બારેમાસ મળે છે અને એ ખરીદનારાઓ છેપણ શિયાળાની શરૂઆતની આલબેલ જો કોઈ ગણાય તો એ ચીકી ગણાય. શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થાય કે તરત ચીકી દેખાવાની ચાલુ થઈ જાય અને ગુજરાતમાં તો ઘરેથી પણ ચીકી લાવવાનું કહેણ શરૂ થઈ જાય. શિયાળાના બે મહિના ઘરમાં ચીકી હોય જ છે અત્રે ઉલ્લેખનીય છે કેઅગાઉ ચીકી એક જ વરાઇટીમાં બનતી હતી અને એ વેરાઇટી હતી સિંગની ચીકી પણ એ પછી તલ અને દાળિયાની ચીકી બનવી શરૂ થઈ અને એની પણ ડિમાન્ડ નીકળી અને આજની તારીખે ૧૮ પ્રકારની ચિકી બને અને વેચાઇ છે તેવું ચિકીના હોલસેલના ઉત્પાદક જીગ્નેશ સોમાણીએ જણાવ્યુ છે

'પહેલાં ગોળની જ ચીકી બનતીઆજે પણ મેઇન આઇટમ તો ગોળની જ ચીકી ગણાય છેપણ હવે ફૅન્સી ચીકી બનતી થઈ છે અને ખાંડમાં પણ ચીકી બનાવવામાં આવે છે તે ઉપરાંત હવે તો ચોકલેટ ફલેવરની ચિકી પણ મોરબીમાં બનાવવામાં આવે છે. જો કેગોળની ચીકીમગફળીના દાણા અને શિયાળો એ ત્રણે ત્રણ આયુર્વેદનું અદ્ભુત કૉમ્બિનેશન છે.’ તેવુ કહીએ તો તેમા જરાપણ અતિશ્યોક્તિ નથી આજની તારીખે મોરબીમાં ચીકીના વ્યવસાય થકી લગભગ ૪૦૦ જેટલા નાના કારીગરો અને શ્રમિકોને બે મહિના માટે રોજગારી પણ મળતી હોય છે આમ શિયાળામાં ચીકીની ડિમાન્ડ વધતા હોલસેલ અને છૂટકમાં ચીકીનું ખૂબ મોટું માર્કેટ મોરબીમાં પણ છેલ્લા વર્ષોમાં ધમધમવા લાગ્યું છે

શિયાળામાં શરીરને ગરમાવો મળે તે માટે થઈને ખાસ કરીને ચીકી ખાવામાં આવતી હોય છે તેમા જો તલની ચીકી ગોળમાં બનેલી હોય તો તે શરીરને ગરમી આપે છે તેવી જ રીતે ખજૂરમાંથી બનેલ ચીકી પણ શરીરને ગરમાવો આપતી હોય છે જેથી કરીને શિયાળામાં મોઢાને ટેસ્ટ સાથે શરીરને ગરમાવો મળે તે માટે થઈને ચીકીની ડિમાન્ડ વધુ પ્રમાણમાં રહેતી હોય છે અને માત્ર ગણતરીના મહિનાઓમાં મોરબીના લોકો કરોડો રૂપિયાની ચીકી ખાઈ જાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News