હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ સલામતી-બચત માટે જાગૃતિ રેલી યોજાઇ


SHARE













મોરબીમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ સલામતી-બચત માટે જાગૃતિ રેલી યોજાઇ

મોરબીમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વિવિધ જનજાગૃતિલક્ષી કાર્યક્રમો યોજીને ઉર્જા બચત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોકડ્રિલફીડરોની ચકાસણીવીજ સલામતીની પ્રતિજ્ઞાઉર્જા બચત રેલીશાળાઓમાં નિબંધ અને ચિત્ર સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના ભાગરૂપે ઉર્જા બચત સપ્તાહની ઉજવણી અંતર્ગત વીજ કચેરી દ્વારા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી

મોરબીમાં પી.જી.વી.એલ. દ્વારા ડીસેમ્બર-૨૦૨૩ ઊર્જા બચત માસ પર્વની ઉજવણી અંતર્ગત ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા તા ૧૧/૧૨ થી ૧૬/૧૨ સુધી ઊર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે દરમ્યાન મોરબીમાં પીજીવીસીએલ કચેરીથી વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિક્ષક ઇજનેર એસ.એચ. રાઠોડ સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વીજ સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ રેલી પાવર હાઉસ કમ્પાઉન્ડથી શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ ગેંડા સર્કલ, મયુર પુલ, નગર દરવાજા, રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ અને ભક્તિનગર સર્કલ ખાતે પૂરી કરવામાં આવી હતી આ રેલી થકી લોકોને સોલાર કુકરસોલાર હિટરઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવી તેમજ વીજળીનો બિનજરૂરી ઉપયોગ ટાળી વીજળી બચાવવા સંદેશો આપ્યો હતો.






Latest News