મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની બાળ નાટ્ય-બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે


SHARE











મોરબી જિલ્લા કક્ષાની બાળ નાટ્ય-બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત  તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. મોરબી જિલ્લાના ૬ થી ૧૪ વર્ષના બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

એક કૃતિમાં ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં ૧૬ સ્પર્ધકો ઉપરોક્ત કૃતિમાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને તા. ૨૬/૧૨/૨૦૨૩ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં.૨૩૬/૨૫૭, ૨જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ૩૬૩૬૪૨ ખાતે જમાં કરવાના રહેશે. તા.૨૬/૧૨/૨૦૨૩ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News