હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ૧૫૦૦ કાલકારોએ જુદીજુદી ઇવેન્ટમાં ૫૫૦ ક્રુતિ રજૂ કરી


SHARE













મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ૧૫૦૦ કાલકારોએ જુદીજુદી ઇવેન્ટમાં ૫૫૦ ક્રુતિ રજૂ કરી

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર, કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી મોરબી દ્વારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કેસરબાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબી જિલ્લાની જુદી જુદી કુલ મળીને ૪૦ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ મોટી ઉંમરના લોકો દ્વારા જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લેવામાં આવ્યો હતો આ જિલ્લા કક્ષાના કલા મહાકુંભના કાર્યક્રમમાં કુલ મળીને ૧૮ જેટલી જુદી જુદી ઇવેન્ટ રાખવામાં આવી હતી જેમાં લોકનૃત્ય, રાસ, ગરબા, નિબંધ, વકૃત્વસ્પર્ધા, લગ્નગીત, લોકગીત, ભજન, ગઝલ શાયરી, કાવ્ય લેખન, દુહા, છંદ, ચોપાઈ, લોકવાર્તા, ભરતનાટ્યમ, કથક, તબલા, હાર્મોનિયમ, ઓર્ગન, સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત, સમૂહ ગીત, ચિત્રકળા અને સર્જનાત્મક ચિત્રકળા આમ જુદા જુદા વિભાગોની અંદર કલાકારો દ્વારા પોતાની કલાની રજૂ કરવામાં આવી હતી અને મોરબી જિલ્લાના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અધિકારી હિરલબેન વ્યાસ પાસેથી જાણવા મળતી પ્રમાણે મોરબી જિલ્લાની ૪૦ જેટલી શાળાઓમાંથી તેમજ મોટી ઉંમરના લોકોએ આ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લીધો હતો અને ૧૫૦૦ જેટલા કલાકારો દ્વારા જુદી જુદી શાળા ૫૫૦ જેટલી ઇવેન્ટોમાં તેઓની કલા રજૂ કરી હતી આ કાર્યક્રમમાં જુદી જુદી ઇવેન્ટમાં પોતાની કલા રજૂ કરનારા કલાકારોને જજ કરવા માટે થઈને નિર્ણાયકો દ્વારા પણ સેવા આપવામાં આવી હતી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લાઓની અંદર કલાકારોમાં રહેલ કલાને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે તેને સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કલા મહાકુંભના આયોજન થકી ઘણા કલાકારોને કારકિર્દી બનાવવા માટે થઈને એક સારું એવું પ્લેટફોર્મ મળ્યું છે અને આગામી સમયમાં પણ આ કલા મહાકુંભના કાર્યક્રમ થકી અને સરકારની જુદી જુદી યોજનાઓથી લોકોને ઘણો બધો ફાયદો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને જિલ્લાના અધિકારી હિરલબેન વ્યાસ અને તેઓની ટીમ તથા સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઈ શુકલ તેમજ તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News