જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે નર્મદાની કેનાલમાં કાર ખાબકી: બે વ્યક્તિનો આબાદ બચાવ


SHARE







મોરબીના ભરતનગર પાસે નર્મદાની કેનાલમાં કાર ખાબકી: બે વ્યક્તિનો આબાદ બચાવ

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ધાંગધ્રા કેનાલ મોરબી નજીકના ભરતનગર ગામ પાસે પૂરી થાય છે અને ત્યાં કેનાલની બંને બાજુમાં જે સિંગલ પટ્ટી રસ્તા બનાવવામાં આવેલ છે તે રસ્તા ઉપરથી બાઈક, રીક્ષા અને કાર વગેરે જેવા વાહનોની અવરજવર થતી હોય છે કારણ કે, હાલમાં મોરબીના જેતપર પીપળી રોડને ફોર ટ્રેક બનાવવા માટેની કામગીરી ચાલુ છે જેથી ત્યાં ટ્રાફિક, ધૂળની ડમરીઓ વગેરે જેવી સમસ્યા હોવાના કારણે વાહન ચાલકો મોરબીના જેતપર રોડ ઉપરથી મોરબી તરફ આવવા માટે મોટાભાગે પાવડીયારીથી કેનાલની બાજુમાં જે સિંગલ પટ્ટી આવેલ છે તે રસ્તા ઉપર પોતાનું વાહન લઈને નેશનલ હાઈવે ઉપર થઈને મોરબીમાં આવતા હોય છે દરમિયાન બે દિવસ પહેલા આ કેનાલની બાજુમાં બનાવવામાં આવેલ સિંગલ પટ્ટી રોડ ઉપરથી પસાર થઈ રહેલ ટ્રેક્ટરના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કોઈ કારણોસર કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને ટ્રેક્ટર રોડ સાઈડમાં પલટી મારી ગયું હતું ત્યારબાદ બીજા દિવસે સિંગલ પટ્ટી રોડ ઉપરથી પસાર થતી કાર ભરતનગર ગામ પાસે જ્યાં કેનાલ પૂરી થાય છે તે જગ્યા ઉપર કેનાલમાં સીધી જ ખાબકી હતી જોકે, કારમાં બેઠેલા બંને વ્યક્તિઓનો સદનસીબે બચાવ થયો હતો અને કારને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસો પહેલા મોરબી નજીકના ઊંચી માંડલ પાસે નર્મદાની કેનાલમાં ડબલ સવારી બાઈક સીધું ખાબક્યું હતું અને ત્યારે તે બાઈકમાં બેઠેલ એક વ્યક્તિનો બચાવ થયો હતો જો કે એક યુવાનનું પાણીમાં ડૂબી જવાના કારણે મોતની બન્યું હતું આમ કેનાલની બાજુમાં બનાવવામાં આવેલ સિંગલ પટ્ટી રસ્તા ઉપર ટ્રાફિક દિવસને દિવસે વધી રહ્યો છે તેની સાથોસાથ અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે






Latest News