ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં દુકાનમાંથી ગેસના ત્રણ બાટલા સહિત ૧૨,૧૦૦ ના મુદામાલની ચોરી


SHARE







મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં દુકાનમાંથી ગેસના ત્રણ બાટલા સહિત ૧૨,૧૦૦ ના મુદામાલની ચોરી

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસીમાં પ્રોવિઝન સ્ટોરની દુકાનના તાળા તોડીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ત્યાં ચોરી કરવામાં આવેલ છે અને તસ્કર દ્વારા જુદી જુદી કંપનીના ગેસના ત્રણ બાટલા તેમજ રોકડા રૂપિયા મળીને ૧૨,૧૦૦ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વેપારી યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાઘપર (પીલુડી) ગામના રહેવાસી અને હાલમાં મોરબીની આલાપ સોસાયટીમાં નવજીવન પાર્ક અક્ષર પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૧૦૧ માં રહેતા અને મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસીમાં મારુતિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા અરુણકુમાર ભાણજીભાઈ સંઘાણી જાતે કડવા પટેલ (૩૯) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલ વૈશાલી ઇન્ડસ્ટ્રીઝની સામેના ભાગમાં મારુતિ પ્રોવિઝન સ્ટોર નામની તેમની દુકાન આવેલ છે અને ગત તા. ૧૪/૧૨ ના રાતે ૯ કલાકથી લઈને તા. ૧૫/૧૨ ના સવારના ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઇપણ સમયે તસ્કરે તેની દુકાનના તાળા તોડીને દુકાનમાંથી રિલાયન્સ કંપનીનો ૧૬ કિલોનો ગેસનો એક બાટલો તેમજ ઇન્ડેન કંપનીના બે ગેસના બાટલા આમ કુલ મળીને જુદી જુદી કંપનીના ત્રણ ગેસના બાટલા તથા ગલ્લામાં રાખેલા ૪૬૦૦ રોકડા રૂપિયાની ચોરી કરેલ છે જેથી કરીને કુલ મળીને ૧૨,૧૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.એમ. બગડા ચલાવી રહ્યા છે






Latest News