મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શાંતિવન આશ્રમે કેશવાનંદબાપુની ૨૪ મી પુણ્યતિથિએ સંતવાણી-મહાપ્રસાદનું આયોજન


SHARE











મોરબીમાં શાંતિવન આશ્રમે કેશવાનંદબાપુની ૨૪ મી પુણ્યતિથિએ સંતવાણી-મહાપ્રસાદનું આયોજન

મોરબીના વીસીપરામાં આવેલ શાંતિવન આશ્રમે સદગુરુ કેશવાનંદબાપુની ૨૪ મી પુણ્યતિથિએ સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને આ ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે

મોરબીના વીસીપરામાં ધોળેશ્વર રોડ પર આવેલા શાંતિવન આશ્રમ ખાતે અનંત વિભૂષિત સદગુરુ કેશવાનંદ બાપુની ૨૪ મી પુણ્યતિથિ નિમિતે કલ્યાણનંદ (ગુરુદેવ શ્રી કેશવાનંદ બાપુ) ના સાનિધ્યમાં તા ૨૬/૧૨ ને મંગળવારે સંતવાણી, ગુરુયાગ યજ્ઞ, સત્યનારાયણ કથા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુરુયાગ યજ્ઞ સવારે ૭ વાગ્યે, બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદ, સાંજે સત્યનારાયણ કથા અને રાત્રે ૧૦ વાગ્યે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે અને સંતવાણીના કાર્યક્રમમાં શૈલેષભાઈ રાવલ, લલિતાબેન ઘોડાદ્રા, કિશોરભાઈ વાઘેલા, પીયૂષભાઈ મિસ્ત્રી સહિતના કલાકારો જમાવટ કરશે જેથી કરીને મોરબી પંથકની ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે કલ્યાણનંદ (ગુરુદેવ કેશવાનંદબાપુ)એ જાહેર નિમંત્રણ આપેલ છે




Latest News