હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ભારતીય વિચાર મંચ દ્વારા કાલે જાહેર વ્યાખ્યાન યોજાશે


SHARE













મોરબીમાં ભારતીય વિચાર મંચ દ્વારા કાલે જાહેર વ્યાખ્યાન યોજાશે

आ नो भद्रा क्रतवो यन्तु विश्वत: ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધ વિષયો પરની વિચાર ગોષ્ઠી અને વ્યાખ્યાનના કાર્યક્રમો થકી મોરબીના પ્રબુદ્ધજનોમાં જાણતા ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા કાલે તા ૧૯ ને મંગળવારે રાત્રે ૯ વાગ્યે સરસ્વતી શીશુ મંદિર સનાળા મુકામે बदलते समयमें हिंदुत्व कि परिभाषा (બદલાતા સમયમાં હિંદુત્વ ની પરીભાષા) વિષય પર પોતાની વિવિધ પુસ્તકોને લીધે જાણીતા લેખક તથા વિચારક અને અખિલ ભારતીય પ્રજ્ઞા પ્રવાહના સંયોજક જે નંદકુમારજી ના સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને મોરબીના પ્રબુદ્ધજનોને આ કાર્યક્રમમાં સહપરિવાર તેમજ મિત્રમંડળ સાથે આવવા માટે ભારતીય વિચાર મંચના સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદી તથા સહ સંયોજક ચિરાગભાઈ આદ્રોજાએ તેઓની યાદીમાં જણાવ્યુ છે.

 

મોરબીમાં મોચી સમાજના કારીગરો માટે પીએમ વિશ્વકર્મા યોજનામાં રજિસ્ટ્રેશન માટે કેમ્પ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિવિધ ક્ષેત્રે ઉપયોગી એવા કારીગરોના લાભાર્થે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત તા. ૧૭/૧૨ ને રવિવારે સવારે ૯:૦૦ વાગ્યેથી બપોરેના ૧:૦૦ વાગ્યા સુધી સતવારા જ્ઞાતિ ની વાડીરામજી મંદિર પાછળમાધાપરામોરબી ખાતે  જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબીના સહકારથી સમસ્ત મોચી સમાજના ભાઈઓ માટે પીએમ વિશ્વકર્મા કૌશલ યોજના રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ અંદાજે ૭૦ થી વધુ ભાઈ બહેનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા જાગા સ્વામિ મિત્ર મંડળ મોચી સમાજ મોરબીના પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ તેમજ કાંતિભાઈ રાઠોડ, દિલીપભાઈ પરમારરાજુભાઈ પરમારબળવંતભાઈ વાઘેલાનાથાભાઈ ઝાલા તથા  સર્વે જ્ઞાતિજનોનો સહકાર મળેલ છે






Latest News