મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર બ્રિજ પાસેથી નવ બોટલ દારૂ ભરેલ કાર સાથે એક શખ્સની ધરપકડ


SHARE







વાંકાનેરના ચંદ્રપુર બ્રિજ પાસેથી નવ બોટલ દારૂ ભરેલ કાર સાથે એક શખ્સની ધરપકડ

વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહેલ સેન્ટ્રો ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂની નવ બોટલ મળી આવતા પોલીસે દારૂ અને ગાડી મળીને ૧,૦૪,૬૮૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર ઓવરબ્રિજ પાસેથી સેન્ટ્રો ગાડી નંબર જીજે ૧ બીકે ૭૮૪૪ પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને પોલીસ દ્વારા તેને ચેક કરવામાં આવતા ગાડીમાંથી દારૂની નવ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૪૬૮૦ ની કિંમતની દારૂની બોટલો તથા એક લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧,૦૪,૬૮૦ નો મુદામાલ સ્થળ ઉપરથી કબજે કરીને વિજયભાઈ પ્રતાપભાઈ ભૂસડિયા જાતે કોળી (૨૩) રહે નવા ઢુવા મુન્નાભાઈ ડાભીના મકાનમાં મૂળ રહે ખોલડિયાદ તાલુકો વઢવાણ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે

યુવાન સારવારમાં
મોરબી નજીકના શનાળા ગામે રહેતો અમર મનસુખભાઈ સનાળીયા નામનો ૨૨ વર્ષનો યુવાન મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલ ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના પાછળના ભાગે કોઈ અજાણ્યો પદાર્થ પી જતા તેને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરાઇ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના જેલ રોડ ઉપર આવેલ કબીર ટેકરી વિસ્તારમાં રહેતા રવિ રમેશભાઈ અગેચાણીયા નામના ૨૩ વર્ષના યુવાનને વાઘપરા પાસે કોઈ અજાણ્યા ઈસમની સાથે થયેલ મારામારીના બનાવમાં હાથ-પગ અને કમરના ભાગે ઇજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ તપાસના કરી હતી






Latest News