હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પરીક્ષા દેવા માટે જતી યુવતીઓના બાઇકને હડફેટે લઈને એકનું મોત નીપજવનાર ડમ્પર ચાલકની ધરપકડ


SHARE













મોરબીમાં પરીક્ષા દેવા માટે જતી યુવતીઓના બાઇકને હડફેટે લઈને એકનું મોત નીપજવનાર ડમ્પર ચાલકની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર અને ગોર ખીજડીયા ગામે રહેતી બે બહેનપણીઓ મોરબી ખાતે શનાળા રોડ ઉપર આવેલ કોલેજમાં પરીક્ષા આપવા માટે થઈને થોડા દિવસો પહેલા જઈ રહી હતી ત્યારે મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે તેઓના પ્લેટીના બાઈકને ડમ્પર ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને તેમાં એક યુવતીનું મોત નીપજયું હતું જે ગુનામાં પોલીસે હાલમાં આરોપી ડમ્પર ચાલાકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જેપુર ગામે રહેતી અને એમએ નો અભ્યાસ કરતી બંસીબેન જીતેન્દ્રભાઈ ધમાસણા જાતે પટેલ (૨૧) નામની યુવતીએ ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ફરિયાદી અને તેની બહેનપણી જસ્મિતાબેન ભરતભાઈ કંજારિય (૨૧) રહે ગોર ખીજડીયા વાળા પોતાના ઘરેથી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ કોલેજ ખાતે એમ.એ. ની પરીક્ષા આપવા માટે થઈને જઇ રહ્યા હતા ત્યારે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ડમ્પર ચાલકે તેઓના પ્લેટીના બાઈક નંબર જીજે ૩૬ એબી ૭૯૦૧ ને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બાઈક ઉપર જઈ રહેલ બંને યુવતીઓ રસ્તા ઉપર નીચે પટકાઈ હતી ત્યારે ફરિયાદીને ઇજાઓ થઈ હતી જોકે, પાછળ બેઠેલ જસ્મિતાબેનને માથા તથા કમરના ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નિપજ્યુ હતું આ બનાવમાં પીએસઆઈ પુષ્પાબેન સોનારા તેમજ રાઇટર એમ.એમ. દેગામડિયા દ્વારા આરોપી ડમ્પર ચાલક રોહિતભાઈ ધીરૂભાઈ લખતરિયા (૩૧) રહે. એકતા સોસાયટી, લાલપર પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે

મહિલા સારવારમાં
મોરબીના માળિયા મિંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા મીરાબેન મેરામભાઇ ડાંગર નામની ૩૯ વર્ષીય મહિલાને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હોય સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલએ લાવવામાં આવ્યા હતા. જેથી મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ અંગે માળિયા પોલીસમાં જાણ કરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં જ્યોત્સનાબેન મનસુખભાઈ ગોસ્વામી (૩૪) રહે.લખધીરપુર રોડ શિવમ કારખાના પાસે વાળાઓને મોરબી સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જે અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને અકસ્માત બનાવની વધુ તપાસ શરૂ કરાઈ હતી.






Latest News