હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ પાસે બાળકીને કચડી નાખીને મોત નિપજાવનારા ટ્રેક્ટર ચાલકની ધરપકડ


SHARE













મોરબીના આમરણ પાસે બાળકીને કચડી નાખીને મોત નિપજાવનારા ટ્રેક્ટર ચાલકની ધરપકડ

મોરબીના આમરણથી જોડિયા ગામ તરફ જવાના રસ્તે મેલડી માતાજીના મંદિરથી આગળના ભાગમાં ખુલ્લી જગ્યામાં ટ્રેક્ટરમાં માટી ભરવાની કામગીરી ચાલુ હતી અને ત્યારબાદ ટ્રેક્ટરના ડ્રાઇવરે બેફિકરાઈથી વાહન ચલાવિને ત્યાં મજુરની દીકરી હડફેટે લીધી હતી જેથી તેને માથામાં ગંભીર ઇજા થતાં તે બાળકીનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતક બાળકીના પિતાએ ટ્રેક્ટર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના ધાર જિલ્લાના રહેવાસી અને હાલમાં આમરણ ગામ પાસે ટાટાનગરમાં હરિભાઈ પટેલના મકાનમાં રહેતા નેપાલભાઈ સુનિલભાઈ વસુમિયા જાતે ભીલ (૨૪) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર નંબર જીજે ૩૬ એલ ૩૦૮૫ ના ચાલક સામે થોડા દિવસો પહેલા ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, મોરબી તાલુકાના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર આવતા મેલડી માતાજીના મંદિર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ટ્રેક્ટરમાં માટી ભરવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાં મજૂરી કામ કરવા માટે તેઓના પત્ની સહિતના ત્યાં મજૂરી કામ કરી રહ્યા હતા ત્યારે ફરિયાદીના બાળકો પણ ત્યાં હાજર હતા ત્યારે ટ્રેક્ટરના ડ્રાઇવરે પોતાનું વાહન બેદરકારીથી ચલાવ્યું હતું અને ફરિયાદીની દીકરી શિવાનીબેન વસુમીયા (૪) ના માથા ઉપરથી ટ્રેક્ટરનું ટાયર ફેરવી દેતા તેને ગંભીર ઇજા થઈ હોવાથી તે બાળકીનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ.એન. સગારકા અને રાઇટર વિજયભાઈ સાવસેટા દ્વારા આરોપી ટ્રેક્ટર ચાલક રાકેશ સેનસિંગ મુનિયા (૨૬) રહે. હાલ જેઠાભાઇ પટેલના મકાનમાં આમરણ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે

ફીનાઇલ પી જતા સારવારમાં
મોરબીના સામાકાંઠે સોઓરડી પાસે આવેલ મહાવીરનગર સોસાયટીમાં રહેતા અમિત વિનોદભાઈ ધરોડીયા નામના ૨૦ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ફીનાઇલ પી લેતા તેના પિતા વિનોદભાઈ તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરાતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા કારણ બાબતે તપાસ શરૂ કરાયેલ છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા મનોજભાઈ વિરજીભાઈ સોલંકી નામના ૩૨ વર્ષના યુવાનને ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતા તેઓની માતા રંજનબેન સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.






Latest News