મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ


SHARE











મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે અને સગીરાને તેના પરિવારજનને સોપવામાં આવેલ છે

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેના પરિવારજન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી સગીરાને શોધવા માટે તેમજ આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ. વાળા દ્વારા ગણતરીના દિવસોમાં સગીરાનુ અપહરણ કરીને સગીરાને લઈને એમપી ચાલ્યા ગયેલા આરોપી રાહુલ જયંતીભાઈ જોલાપરા જાતે કોળી (૨૧) રહે. નવા જાંબુડીયા શક્તિપરા દશામાના મંદિર પાસે તાલુકો જીલ્લો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને સગીરાને પરિવારજનોને સોંપી હતી હાલ આરોપીને જેલ હવાલે કરાયો હોવાનું તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે

ખારચિયા ગામે અકસ્માત

મોરબીના ખારચિયા ગામે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવવામાં માળીયા મિંયાણાના દહીસરા ગામના રહેવાસી પ્રવીણભાઈ મકનભાઈ કાવર (ઉમર ૬૨) તેમજ શૈલેષ વાલજીભાઈ કાવર (ઉમર ૪૦) નામના બે લોકોને ઇજાઓ થવાથી મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના ફિરોજભાઈ સુમરાએ તપાસ હાથ ધરી હતી.

વરાળમાં દાજી જતા બે મજૂર સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસે આવેલ ઓલ્વીન ટાઇલ્સ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા સંજયભાઈ દાસ (ઉમર ૩૪) અને દિનેશભાઈ તુલસીરામ (ઉમર ૨૧) નામના બે મજૂર યુવાનો કારખાનામાં કામ કરી રહ્યા હતા. દરમિયાનમાં ગરમ કોલસાની વરાળ લાગી જતા દાઝી જવાથી બંનેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા તે બીટ વિસ્તારના જમાદાર એમ.જે.કહાંગરા દ્વારા આ અંગે નોંધ કરી તપાસ કરી હતી.




Latest News