વાંકાનેરમાં નવરાત્રિ પૂર્વે બજારમાં ગરબાનું આગમન
SHARE
વાંકાનેરમાં નવરાત્રિ પૂર્વે બજારમાં ગરબાનું આગમન
(કેતન ભટ્ટી દ્વારા) આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે બજારમાં કલાત્મક ગરબાનું આગમન થયું હતું અને શહેરીજનોએ ગરબાની ખરીદી કરી હતી. નવ નવ દિવસ માં નવદુર્ગાની આરાધના કરવા માટે માતાજી સમક્ષ ગરબાનું સ્થાપન કરી ગરબાની અંદર ઘઉંની ઢગલી મૂકી તેના પર કોડિયામાં દીવો પ્રગટાવવામાં આવે છે અને ગરબાનાં છિદ્રોમાંથી આ દીવાનો ચારે તરફ રેલાતો પ્રકાશ સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવે છે આવી ધાર્મિક પરંપરા માત્ર ભારત દેશમાં જોવા મળે છે, ત્યારે આવા પવિત્ર નવરાત્રિ પર્વનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વાંકાનેરમાં નવરાત્રિને આગલે દિવસે શહેરીજનોએ અવનવા કલાત્મક ગરબાની ખરીદી કરી હતી, ૫૦ થી લઈને ૨૦૦ સુધીનાં પણ અવનવા કલાત્મક ગરબાનું વેચાણ બજારમાં થયું છે.