મોરબી સહિત ગુજરાતમાં એસટીના સ્ટાફનો માસ સીએલનો કાર્યક્ર્મ હાલમાં મોકૂફ: આંદોલન ચાલુ
મોરબીમાં ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે શ્રમિકોને ધરમ ધક્કા
SHARE
મોરબીમાં ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે શ્રમિકોને ધરમ ધક્કા
કેન્દ્ર સરકારે ઈ-શ્રમ કાર્ડ કાઢીને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા શ્રમિકોને સલામતી માટેનો નિર્ણય કરલે છે જો કે, મોરબીમાં ઈ-શ્રમ કાર્ડ કાઢવાં માટે પોર્ટલ બંધ રહેતી હોવાથી શ્રમિક પોતાનું કામ બંધ રાખીને આવે તો પણ તેના કાર્ડ બનતા નથી જેથી કરીને શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે ધરમ ધક્કા થઈ રહ્યા છે
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં હાલમાં ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને શ્રમિક પોતાનું કામ બંધ રાખીને ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટે આવે છે જો કે ટેકનિકલ કારણોસર વેબસાઇટ ચાલુ રહેતી ન હોવાથી ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટે આવેલા શ્રમિકોના કાર્ડ નીકળતા નથી આજે પણ ઘણા શ્રમિકો કાર્ડ કઢાવવા માટે આવ્યા હતા તેના કાર્ડ નીકળ્યા નથી અને ત્યાં કામગીરી કરી રહેલા જવાબદાર વ્યક્તિએ જણાવ્યુ હતું કે, નેટવર્ક પ્રોબ્લેમ હોવાના લીધે કાર્ડ નીકળતા નથી અત્રે ઉલેખનીય છે કે, જો આ કાર્ડ કાઢવામાં આવ્યું હોય અને શ્રમિક અકસ્માતનો ભોગ બને અને મૃત્યુ થાય તો બે લાખનો વીમો, વિકલાંગ થાય તો ૫૦ હજાર થી એક લાખ રૂપિયા સુધીની સરકારી સહાય મળે છે પરંતુ મોરબીમાં કાર્ડ નીકળતું ન હોવાથી શ્રમિકોને આ સરકારી યોજનાનો લાભ મળે તેમ નથી