હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં દુકાનમાંથી ગેસના ત્રણ બાટલા સહિતના મુદામાલની ચોરી કરનાર શખ્સની ધરપકડ


SHARE













મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં દુકાનમાંથી ગેસના ત્રણ બાટલા સહિતના મુદામાલની ચોરી કરનાર શખ્સની ધરપકડ

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસીમાં પ્રોવિઝન સ્ટોરની દુકાનના તાળા તોડીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ત્યાં ચોરી કરવામાં આવેલ હતી અને તસ્કર દ્વારા જુદી જુદી કંપનીના ગેસના ત્રણ બાટલા તેમજ રોકડા રૂપિયા મળીને ૧૨,૧૦૦ ના મુદ્દામાલની ચોરી કરી ગયો હતો જેથી કરીને ભોગ બનેલા વેપારી યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપરડ કરીને આગળની તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાઘપર (પીલુડી) ગામના રહેવાસી અને હાલમાં મોરબીની આલાપ સોસાયટીમાં નવજીવન પાર્ક અક્ષર પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૧૦૧ માં રહેતા અને મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસીમાં મારુતિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા અરુણકુમાર ભાણજીભાઈ સંઘાણી જાતે કડવા પટેલ (૩૯) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતુ કે રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલ વૈશાલી ઇન્ડસ્ટ્રીઝની સામેના ભાગમાં મારુતિ પ્રોવિઝન સ્ટોર નામની તેમની દુકાન આવેલ છે અને ગત તા. ૧૪/૧૨ ના રાતે ૯ કલાકથી લઈને તા. ૧૫/૧૨ ના સવારના ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઇપણ સમયે તસ્કરે તેની દુકાનના તાળા તોડીને દુકાનમાંથી રિલાયન્સ કંપનીનો ૧૬ કિલોનો ગેસનો એક બાટલો તેમજ ઇન્ડેન કંપનીના બે ગેસના બાટલા આમ કુલ મળીને જુદી જુદી કંપનીના ત્રણ ગેસના બાટલા તથા ગલ્લામાં રાખેલા ૪૬૦૦ રોકડા રૂપિયાની ચોરી કરેલ છે જેથી કરીને કુલ મળીને ૧૨,૧૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.એમ. બગડા, રાયટર વાસુદેવભાઇ સોનાગ્રા અને ટીમ દ્વારા આરોપી અશોક ગાંડાભાઇ ઉઘરેજા (૩૨) રહે. વઘાસીયા વાંકાનેર વાળા ની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યો છે અને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News