વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

બોગસ ટોલનાકાની અસર !: વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ત્રણ સહિત જીલ્લામાં ચાર પોલીસ કર્મચારીઓની બદલી


SHARE







બોગસ ટોલનાકાની અસર !: વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ત્રણ સહિત જીલ્લામાં ચાર પોલીસ કર્મચારીઓની બદલી

થોડા સમય પહેલા વાંકાનેરના વઘાસીયા પાસે બોગસ ટોલનાકુ ઝડપાયું હતું જે બાબતે પોલીસ ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાય છે જોકે હજુ આ ગુનામાં એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી તેવામાં મોરબીના એસપી દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ડિસ્ટાફમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારી સહિત જિલ્લામાં કુલ મળીને ચાર પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે જેથી કરીને હાલમાં પોલીસ બેડામાં ચકચાર મચી ગયેલ છે

ન માત્ર મોરબી પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોરબીનું નામ થોડા દિવસો પહેલા ગુંજતું થઈ ગયું હતું કારણ કે મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે જુદા જુદા ત્રણ સ્થળ ઉપર બોગસ ટોલનાકા ઉભા કરવામાં આવ્યા હતા અને ત્યાંથી નેશનલ હાઇવે રોડ ઉપરના ટોલનાકાને બાયપાસ કરીને વાહનોને પસાર કરવામાં આવતા હતા અને તે વાહન ચાલકો પાસેથી ટોલનાકા ઉપર લેવામાં આવતી હોય તેના કરતાં અડધી રકમ અથવા તો તેનાથી પણ ઓછી રકમ લઈને ત્યાંથી વાહનોને પસાર થવા દેવામાં આવતા હતા જે સમગ્ર મામલો સમાચાર માધ્યમોમાં આવ્યા બાદ તાત્કાલિક પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દોડતું થયું હતું અને તપાસના આદેશ દેવામાં આવ્યા છે અને હાલમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આ અંગેની તપાસ ચાલી રહી છે બીજી બાજુ જે સમયે ઘટના ઉજાગર થઈ હતી ત્યારે તાત્કાલિક જ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પાંચ વ્યક્તિઓની સામે નામ જોગ ફરિયાદ નોંધાઈ હતી અને તે આરોપીઓ અને તેના મળતીયાઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી જોકે અફસોસની વાત એ છે કે આજ દિવસ સુધી આ બોગસ ટોલનાકાના ગુનામાં એક પણ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવેલ નથી. તેવામાં આજે મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ડિસ્ટાફમાં ફરજ બજાવતા ત્રણ સહિત કુલ મળીને ચાર પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે અને હાલમાં જે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તેમાં વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા દિવ્યરાજસિહ દેવેન્દ્રસિંહ ઝાલાની  માળીયા (મી), ક્રુષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિહ ઝાલાની  ટંકારા અને પ્રતિપાલ સિંહઅનિરુદ્ધસિંહ વાળાની ટ્રાફિક બ્રાન્ચમાં બદલી કરાયેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જયદેવસિંહ ખોડુભા ઝાલા ની ક્યુઆરટી ખાતે બદલી કરવામાં આવી છે






Latest News