હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

હળવદના બે અનાથ બાળકોને સરકારની પાલક માતા-પિતા યોજનાનો લાભ અપાયો


SHARE













હળવદના બે અનાથ બાળકોને સરકારની પાલક માતા-પિતા યોજનાનો લાભ અપાયો

મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનના પ્રયત્નોથી બાળકોને સરકારની પાલક માતા-પિતા યોજનાનો લાભ મળ્યો છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે બાળકો માટે પાલક માતા-પિતા યોજના મંજુર કરતા ચેરમેને દ્વારા તંત્રનો આભાર માનવમાં આવેલ છે

હળવદના ભવાની નગરના ઢોળા વિસ્તારમાં વસવાટ કરતા બે ગરીબ બાળકોને ચરડવા ગામના પૂર્વ સરપંચ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને વર્તમાન કારોબારી ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રાનું ધ્યાન આ બાળકો તરફ ગયું એમને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કર્યો હતો અને જરૂરી આધારો સાથે ત્રણેય બાળકો માટે પાલક માતા પિતા યોજના અંતર્ગત અરજી કરી હતી અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓએ રૂબરૂ ઘર તપાસ, જરૂરી આધાર પુરાવાની ચકાસણી કરી અરજી આ પ્રમાણે શરત અને બોલીઓ સાથે સહાય મંજુર કરેલ બંને બાળકોને ફરજીયાત શાળાએ મોકલવા, સહાયની રકમ બાળકોના હિતમાં વાપરવી, બાળકોનો ઉછેર યોગ્ય રીતે કરવો વગેરે શરતો અને બોલીઓ સાથે બાળાઓના સર્વાંગી વિકાસ અર્થે  સ્પોન્સર એન્ડ ફોસ્ટર કેર એપૃવલ કમિટી-મોરબી દ્વારા બંને બાળકોને પાલક માતા પિતા યોજના હેઠળ માસિક રૂપિયા ૩૦૦૦ ની સહાયના હુકમો જિલ્લા કલેકટર જી.ટી પંડ્યા અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે બે અનાથ બાળકો જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા કચેરીની  પાલક માતા પિતા યોજનાના મંજૂરી આદેશ પાલક દાદી કોળી મધુબેન મેરુભાઈને એનાયત કરાયા હતા. આ તકે કલેટર જી.ટી પંડ્યા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરશિયા, જિલ્લા બાળ સુરક્ષા એકમના સામાજિક કાર્યકર અશ્વિન સોનાગ્રા તથા હળવદના  સામાજિક આગેવાન ભરતભાઈ ભરવાડ વગેરે હાજર રહ્યા હતા 






Latest News