મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે મોરબીમાં સીલીકોસીસને કારણે થયેલા મોતની કલેક્ટર પાસે માહિતી માંગી


SHARE











રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે મોરબીમાં સીલીકોસીસને કારણે થયેલા મોતની કલેક્ટર પાસે માહિતી માંગી

સીરામીક અને અન્ય ઉદ્યોગોમાં કામ કરતા કામદારોના શ્વાસમાં સીલીકાની માટી જવાને કારણે તેઓ જીવલેણ રોગ સીલીકોસીસનો ભોગ બને છે તે જાણીતું છે. સીલીકોસીસને કારણે અવસાન પામેલા ૯ કામદારોના કુટુંબોને સહાય કે વળતર મળેલ ન હોવાની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) ને મળેલી ફરીયાદની ગંભીર નોંધ લઈ પંચે મોરબી કલેક્ટરને આ બાબતે પોતાનો અહેવાલ પંચને મોકલવા સુચના આપી છે. અને ગુજરાત સરકારે પંચની ભલામણ છતાં સીલીકોસીસ પીડીતોના પુનર્વસન માટે કોઈ નીતિ ઘડી નથી.

પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) સંસ્થા દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) સમક્ષ કરેલ ફરીયાદ નંબર- ૪૬૩/૬/૩૭/૨૦૨૩ ની તારીખ - ૧૨/૧૨/૨૦૨૩ ને રોજ સુનાવણી થતાં પંચ દ્વારા મોરબી કલેક્ટરને ચાર અઠવાડિયાના સમયગાળામાં અહેવાલ મંગાવ્યો છે. તા ૨૧-૦૪-૨૩ના રોજ પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) દ્વારા પંચ (NHRC) સમક્ષ કરેલ ફરીયાદમાં મોરબી ખાતે સિલિકોસિસથી તાજેતરમાં મ્રુત્યુ પામેલા ૯ કામદાર અને સિલિકોસિસને કારણે હાલ પીડાઇ રહેલા ૧૪ કામદારોની વીગત જાહેર કરવામાં આવી હતી

સુપ્રીમ કોર્ટ હેઠળ હાલ સુનવણી પડેલ પી.આઈ.એલ. ૧૧૦/૨૦૦૬ માં, નામદાર સુપ્રીમ કોર્ટે માનવ અધિકાર પંચને ૨૦૦૯ માં નિર્દેશ આપતા વચગાળાનો આદેશ પસાર કર્યો હતો કે "રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ" (NHRC) સિલિકોસિસથી પીડિત વ્યક્તિઓના ચોક્કસ અને પુષ્ટિ થયેલા કેસો લઈ શકે છે અને સંબંધિત દ્વારા તેમને તાત્કાલિક તબીબી રાહત આપવાની ભલામણ કરશે. સિલિકોસિસથી અસરગ્રસ્ત ઘણા લોકો પથારીવશ છે અને તેમાંથી કેટલાક ઘરે ઓક્સિજન પર છે. આ પીડિતોના પરિવારને તેમને તબીબી સહાય પૂરી પાડવામાં મુશ્કેલી પડી રહી છે. ગુજરાત સરકારે કમિશનની તા ૨૧-૧૨-૨૦૧૭ ના રોજ કેસ નં. ૩૫૧/૬/૩/૨૦૧૦, ભલામણ છતાં તેમના પુનર્વસન માટે કોઈ નીતિ ઘડી નથી. વધુમાં પીઆઈએલ ૧૧૦/૨૦૦૬ માં સર્વોચ્ચ અદાલતે તા ૧૧-૦૪-૨૦૧૭ ના રોજ રાજ્ય સરકારોને સિલિકોસિસના કારણે મૃત્યુ પામેલા કામદારોના પરીવારને રૂપિયા ૩ લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેનો અમલ કરવામાં આવતો નથી જેથી કરીને મોરબીમાં સીલીકોસીસને કારણે થયેલા મોતની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે મોરબીના કલેક્ટર પાસે માહિતી માંગી છે




Latest News