મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી નજીક ખેતરમાં જીરુંના પાકમાં દવા છાંટતા યુવાનને ઝેરી અસર થવાથી સારવારમાં ખસેડાયો


SHARE















મોરબી નજીક ખેતરમાં જીરુંના પાકમાં દવા છાંટતા યુવાનને ઝેરી અસર થવાથી સારવારમાં ખસેડાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બાગબાન પાર્ટી પ્લોટ પાસે સુરાબાપાની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો યુવાન ખેતરમાં કામ કરી રહ્યો હતો અને પાકમાં દવા છાંટતો હતો ત્યારે તે યુવાનને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બાગબાન પાર્ટી પ્લોટ પાસે સુરાબાપાની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો પૂનમસિંગ નરુભા ભુરીયા જાતે આદિવાસી (૧૮) નામનો યુવાન ખેતરમાં જીરુંના પાકમાં દવા છાંટતો હતો ત્યારે તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી

ટંકારા તાલુકાના હીરાપર ગામે રહેતો નિમેષભાઈ બાબુભાઈ રાઠોડ (૨૩) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી જો કે બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત કરેલ છે

ફિનાઇલ પીધું

મોરબી નજીકના સનાળા ગામે રહેતા ભરતભાઈ વાલજીભાઈ ધોળકિયાની દીકરી રાધિકાબેન (૨૦)એ કોઈ કારણોસર પોતાની જાતે ફિનાઈલ પી લીધું હતું જેથી તે યુવતીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવતીને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતું અને આગળની વધુ તપાસ વિપુલભાઈ ફૂલતરિયા કરી રહ્યા છે

ફિનાઇલ પીધું

માળીયા મીયાણા ખાતે રહેતા અહેમદભાઈ સધવાણીની ૧૯ વર્ષની દીકરી અમીનાબેને કોઈ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરે હતી ત્યારે ફિનાઇલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ માળિયા મીયાણાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી ત્યાર બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે, બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ શક્તિ ચોક પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈકમાંથી નીચે પટકાતા જયેશ ભુવનભાઈ ચૌહાણ (૧૪) રહે. લખધીરપુર રોડ મોરબી વાળાને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જે બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી






Latest News