હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ આવેલ મહિલાઓ સાથે કેરળથી મોરબી આવેલ બંને વ્યક્તિનો કોરોના રીપોટ નેગેટિવ


SHARE













ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ આવેલ મહિલાઓ સાથે કેરળથી મોરબી આવેલ બંને વ્યક્તિનો કોરોના રીપોટ નેગેટિવ

રાજ્યના જુદા જુદા જિલ્લાઓની અંદર કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે ત્યારે તંત્ર એલર્ટ થયું છે અને સેમ્પલ લેવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબીમાં કેરળથી આવેલા બે વ્યક્તિઓના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જોકે તે બંનેના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધેલ છે અત્રે છે કે આ બંને વ્યક્તિઓ કેરળથી આવેલ બે કોરોના પોઝિટિવ મહિલા સાથે ગુજરાત આવેલા હોય તેમની ટ્રાવેલ હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને તેમના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે

ન માત્ર ગુજરાત કે ભારત પરંતુ સમગ્ર વિશ્વની અંદર કોરોનાએ અગાઉ હાહાકાર મચાવ્યો હતો અને ખાસ કરીને જો વાત કરીએ કોરોનાની બીજી લહેરની તો હોસ્પિટલથી લઈને સ્મશાન સુધી વેઇટિંગ લીસ્ટ બનાવવા પડે તેઓ હાહાકાર કોરોનાએ મચાવ્યો હતો ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ સામે આવતા ન હોવાથી તંત્ર અને લોકોને રાહત હતી પરંતુ છેલ્લા થોડા દિવસોથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓની અંદર કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયેલા છે જેમાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ વગેરે શહેરોનો સમાવેશ થાય છે ત્યારે તંત્ર એલર્ટ બન્યું છે અને કોરોનાના શંકાસ્પદ કેસ દેખાય તો તુર્તજ જે તે વ્યક્તિના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે આવી જ રીતે મોરબીમાં આવેલા કેરળના બે વ્યક્તિઓના મોરબી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના ટેસ્ટિંગ માટે તેને સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે બંનેનો કોરોના રિપોટ નેગેટિવ આવતા તંત્રએ અને લોકોએ રાહતનો શ્વાસ લીધેલ છે

વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર ખાતે કેરળથી આવેલ બે મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને મોરબીમાં જે બે વ્યક્તિઓના કોરોના ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે બંનેની ટ્રાવેલ હિસ્ટ્રી તેની સાથે હતી જેથી કરીને તે બંનેના સેમ્પલ લઇને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા હાલમાં મોરબી જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નથી અને કોઈપણ જગ્યાએ શંકાસ્પદ વ્યક્તિ પણ નથી જોકે રાજ્યના જુદા જુદા જિલ્લાઓની અંદર કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે ત્યારે તંત્ર એલર્ટ બન્યું છે અને કોઈપણ પ્રકારની કચાસ ન રહે તે માટે શંકાસ્પદ વ્યક્તિઓના તુરત જ સેમ્પલ લઈને કોરોના રિપોર્ટ કરવા માટે થઈને અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવેલ છે






Latest News