હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નકલી ટોલનાકાના ગુનામાં આરોપીને તાકીદે પકડવાની કોંગ્રેસની માંગ


SHARE













મોરબી જિલ્લાના નકલી ટોલનાકાના ગુનામાં આરોપીને તાકીદે પકડવાની કોંગ્રેસની માંગ

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક વઘાસિયા પાસે નકલી ટોલનાકા ચાલુ હતા જેની વાંકાનેર સિટીમાં ફરિયાદ નોંધાયેલ છે જો કે, હજુ સુધી આરોપી પકડાયેલ નથી ત્યારે કોંગ્રેસના આગેવાનોએ આ મુદે કલેકટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભાજપની રહેમનજર હેઠળ વગદાર આરોપીઓએ બોગસ ટોલનાકા ચલાવીને કોરોડોનું કૌભાંડ કર્યું છે જે ગુનામાં આરોપી પકડાયેલ નથી જેથી વગદાર આરોપીઓને તાકીદે પકડવા કોંગ્રેસના આગેવાનોએ માંગ કરી છે

મોરબી કોંગ્રેસના આગેવાનોએ કલેકટર અને એસપીને લેખિત આવેદન પત્ર આપીને રજુઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેરના વઘાસિયા પાસે નકલી ટોલનાકા ચાલુ હતા તેની ફરિયાદ નોંધાયેલ છે જેમાં આરોપી તરીકે સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના દીકરા અમરશીભાઇ જેરામભાઈ પટેલ, વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અને ભાજપ આગેવાન ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેમજ રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાના નામ છે તેમજ તેની સાથે સંડોવાયેલ શખ્સોને પકડવાના છે જો કે, આ ગુનામાં હજુ સુધી પોલીસે એક પણ આરોપીને પકડી શકી નથી અને પોલીસ આરોપીઓને રાજકીય ઈશારે છાવરી રહી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ કેસમાં જેની સામે ગુનો નોંધાયો છે તે ભાજપના આગેવાન અને તેના ભાઈની આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરી છે જેથી કરીને ધરપકડનો માર્ગ મોકળો છે જો કે, વગદાર આરોપીઓને પોલીસ પકડી રહી નથી જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરી છે અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ આગેવાન રાજુભાઇ ચૌહાણ, બળવંતભાઈ વોરા, દામજીભાઈ મકવાણા, દેવેન્દ્રસિંહ જાડેજા, રવજીભાઈ સોલંકી,વિનુભાઈ તથા મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ. પ્રમુખ ભાવનિક મુછડીયા સહિતના હાજર રહ્યા હતા.






Latest News