મોરબી જિલ્લામાં ઇ-શ્રમ પોર્ટલ ઉપર અસંગઠિત કામદારોના રજીસ્ટ્રેશન કરવા તંત્રએ હાથ ધરી ઝુંબેશ
મોરબી પંથકમાથી સગીરનું અપહરણ કરનારા શખ્સની ધરપકડ: સગીરાને ગર્ભ હોવાનું સામે આવ્યું
SHARE
મોરબી પંથકમાથી સગીરનું અપહરણ કરનારા શખ્સની ધરપકડ: સગીરાને ગર્ભ હોવાનું સામે આવ્યું
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીમાં મજુરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરીને છોટાઉદેપુરનો એક શખ્સ લગ્નની લાલચ આપીને બે માસ પહેલા અપહરણ કરીને ભગાડી ગયો હતો જેથી ભોગ બનેલ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જેતે સમયે ફરિયાદ નોંધાવી હોય પોલીસે ગુનો નોંધ્યો હતો અને ગઇકાલે પોલીસે આ ગુનામાં આરોપીની ધરપકડ કરી છે અને સગીરાને ગર્ભ હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે
પ્રાપ્ત માહીતી મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહીને ખેતીમાં મજુરી કામ કરીને ગુજરાન ચલાવતા મૂળ દાહોદ જીલ્લાના શ્રમિક પરિવારની સગીરવયની દીકરીનું ગત જુલાઇ માસમાં અપહરણ કરવામાં આવ્યું હતુ.જેથી ભોગ બનેલ સગીરાના પિતાએ જેતે સમયે છોટાઉદેપુર જિલ્લાના ખળખળ ગામના ખાડલીયા ફળીયાના રહેવાસી નંદુભાઈ ચમારભાઈ ધાણક (ઉમર ૨૧) ની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ, બળાત્કાર, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે થઈને જુદીજુદી દિશામાં હાલમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.દરમ્યાન ગઇકાલે આરોપી નંદુભાઇ ધાણક મોરબી વિસ્તારમાથી મળી આવ્યા છે અને સાથે ભોગ બનેલ સગીરા પણ મળી આવી છે તેમજ સગીરા ગર્ભવતી હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે અને મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયા તેમજ રાઇટર યુવરાજસિંહે આરોપી નંદુભાઇની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરેલ છે.